શેઠાણીએ નોકર સાથે ચલાવ્યું ચક્કર, ફેસબૂક પરની ગેમમાં માલિકના થયા આવા હાલ

પતિ, પત્ની ઔર વોનો શોકિંગ બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલાને તેના પાડોશમાં રહેતા નોકર સાથે આંખ મળી ગઈ હતી. બંને એકબીજાના શરીરની ભૂખ મિટાવતા હતા. છતાં પણ ન રહેવાતા બંનેએ ખોફનાક પ્લાન બનાવ્યો હતો. મહિલાના પ્રેમીએ પહેલા ફેસબૂક પર મહિલાના પતિ સાથે દોસ્તી કરી હતી. ત્યાર બાદ મળવા બોલાવી ગોળી ધરબી દીધી હતી.

આ હચમચાવી દેતો બનાવ ઝારખંડનાં ધનબાદનો છે. પાન મસાલાના બિઝનેસમેન મુકેશ પંડિતની 26 માર્ચનાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જેની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે ખુલાસો કર્યો હતો ક બિઝનેસમેન મુકેશ પંડિતની હત્યા બીજા કોઈએ નહીં પણ મુકેશની પત્ની નીલમ દેવી અને તેના પ્રેમી ઉજ્જવલ શર્માએ કરી છે. પોલીસે પિસ્તોલ જપ્ત કરી બંનેની બંનેની ધરપકડ પણ કરી લીધી છે.

એસએસપી સંજીવ કુમારે જણાવ્યું કે ઉજ્જવલ શર્માનું ઘર મુકેશ પંડિતના ઘરની નજીક હતું. ઉજ્જવલ શર્મા મુકેશની દુકાનમાં કામ કરતો હતો. જેના કારણે ઉજ્જવલ શર્મા મુકેશના ઘરે આવવા લાગ્યો હતો. દરમિયાન ઉજ્જવલનાં મુકેશની પત્ની સાથે પ્રેમસંબંધ શરૂ થયો હતો અને બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. બાદમાં બંને સાથે મળીને મુકેશને રસ્તામાંથી દૂર કરવા માંગતા હતા. જેથી મુકેશની પત્ની અને ઉજ્જવલે સાથે મળીને કાવતરું રચ્યું હતું.

હત્યાને અંજામ આપવા માટે ઉજ્જવલ શર્માએ યુવતીના નામે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. અને મેસેન્જર દ્વારા મુકેશ સાથે મિત્રતા કરી. મિત્રતા વધ્યા પછી ઉજ્જવલે મુકેશ સાથે મેસેન્જર દ્વારા વાત કરવાનું શરૂ કર્યું. 25 માર્ચની રાત્રે મેસેન્જર સાથેની વાતચીત દરમિયાન ઉજ્જવલે મુકેશને મળવા માટે દામોદરપુર ફૂટબોલ ગ્રાઉન્ડ બોલાવ્યો હતો. મુકેશ ત્યાં આવતાં જ ઉજ્જવલે તેને ગોળી ધરબીને હત્યા કરી નાખી હતી.