સાસરીયાઓ વહુને એ હદે મારી કે બાપ લાડલીને ખભે ઊંચકીને લઈ ગયો પોલીસ સ્ટેશન

એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. સાસરીયાઓએ વહુને ખૂબ ખરાબ રીતે માર માર્યો હતો. દીકરી બોલવાનું તો ઠીક સરખી ચાલી પણ શકતી નહોતી. દીકરીની આ સ્થિતિ જોઈને પિતાનું હૈયુ દ્રવી ઉઠે છે. પરિણીત દીકરીને ન્યાય અપાવવા પિતા પોતાના ખભા પર ઊંચકીને પોલીસ સ્ટેશન લઈ જાય છે. જોકે વધુ ખરાબ સ્થિતિ તો એ હતી કે અહીંયા પોલીસે આ લાચાર બાપની કોઈ વાત સાંભળી નહોતી અને દીકરી એક કલાક સુધી પોલીસ સ્ટેશનમાં તડપતી રહી હતી.

ઉત્તર પ્રદેશના કન્નૌજના સૌરિખ ગામનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક લાચાર બાપ દીકરીને તેડીને પોલીસ સ્ટેશનમાં આંટાફેરા મારતો દેખાય છે. બાપની લાચારીનો કોઈકે વીડિયો બનાવીને સો.મીડિયામાં વાઇરલ કર્યો હતો.

વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. ઔરેયા જિલ્લાના બેલા પોલીસ સ્ટેશનના શાહબાઝપુર ગામમાં રહેતા રાજેન્દ્ર કુમારની દીકરી રશ્મિના લગ્ન કન્નૌજ જિલ્લાના સૌરિખ પોલીસ સ્ટેશનના નાદેમઉના ગામ બિલંદપુરમાં રહેતા રવિ કુમાર સાથે થયા હતા.

રાજેન્દ્રે કહ્યું હતું કે પહેલી સપ્ટેમ્બરના રોજ રવિ કુમાર, દિયર વિશાલ ઉર્ફે બંટી, સાસુ પ્રભાદેવી તથા સસરા રામ નરેશે વહુને બંધક બનાવીને માર માર્યો હતો. આની માહિતી જ્યારે પિયરિયાને થઈ તો સાસારીયાએ તેમને પમ માર માર્યો હતો. દીકરીને ઘાયલ અવસ્થામાં પિતા પિયર લઈને આવ્યા હતા

અહીંયા તેની સારવાર કરાવી હતી. પરિસ્થિતિ ઠીક થતાં પરિવાર દીકરી સાથે પોલીસ સ્ટેશન બાઈક પર આવ્યા હતા. જોકે, પોલીસ સ્ટેશનની નજીક આવતા જ અચાનક જ રશ્મિની તબિયત બગડી ગઈ હતી. આથી જ પિતા દીકરીને ખભા મૂકીને પોલીસ સ્ટેશન આવ્યો હતો. જોકે, અહીંયા કોઈએ તેની વાત સાંભળી નહોતી.

રશ્મિ પોલીસ સ્ટેશનની બહાર જ તડપતી રહી હતી અને તેનો વીડિયો વાઇરલ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તરત જ પગલાં ભર્યાં હતાં.

પીડિતા પાસે પ્રાર્થનાપત્ર લખાવીને કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને પતિની ધરપકડ કરવામાં આવી હતી.