ખુદ પોતાની જ પત્નીને તૈયાર કરી ગ્રાહક પાસે મોકલતો, સેક્સ રેકેટનો પર્દાફાશ

એક ખૂબ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પોલીસે ઑનલાઈન સેક્સ રેકેટને ઝડપી પાડ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી સંચાલક, તેની સાસુ અને એક કૉલગર્લની ધરપકડ કરી છે. ગ્રાહકો વૉટ્સએપ કૉલિંગથી યુવતીઓના સોદા થતાં હતા. એટલું જ નહીં આ રેકેટમાં સંચાલકની પત્ની પણ કોલગર્લ નીકળી હતી.

થોડાક દિવસ પહેલાં ઉત્તરપ્રદેશના કાનપુરમાં શિવ કટરાના લાલ મહોલ્લામાં બાતમીના આધારે સેક્સ રેકેટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ ત્રણ લોકોને પકડી પાડ્યા હતા. આખું રેકેટ વૉટ્સએપ પર ચાલતું હતું. વૉટ્સએપ પર જ છોકરીઓની તસવીરો મોકલતા હતા. ત્યારબાદ છોકરીને ગ્રાહકના સરનામે કે ફ્લેટ પર મોકલવામાં આવતી હતી.

આરોપીઓએ આ ગંદા કામ માટે પોતાની એક વેબસાઈટ પણ બનાવી હતી. હવાલદારે આપેલ નંબર પર ગ્રાહક બની વૉટ્સએપ કૉલ કર્યો હતો. ત્યારબાદ સંચાલકે બે છોકરીઓની તસવીરો મોકલી હતી. સૂચનાની પુષ્ટી થયા બાદ પોલીસે સંચાલકના ઘરે રેડ પાડી. અહીંથી સંચાલક દીપક સિંહ, સાસુ સરવરી બેગમ અને એક યુવતી અંજલી સરકારની ધરપકડ કરવામાં આવી હતી.

પત્ની પાસે પણ કરાવતો ગંદુકામ
સંચાલકની પત્ની ડૉલી ઉર્ફ પૂજા સિંહ ઉર્ફ ફરજાના ખાતૂન ઘટનાસ્થળે મળી નહોતી. પોલીસને બે એટીએમ કાર્ડ, પેન કાર્ડ, ડીએલ, આધાર અને ત્રણ મોબાઈલ મળ્યા હતા. સંચાલકનાં બંને ખાતાંને ફ્રિજ કરી દેવામાં આવ્યાં હતા.

પોતાના ફ્લેટનો ઉપયોગ કરતો હતો
સંચાલક કૉલ ગર્લ અંજલીની સાથે-સાથે પોતાની પત્નીને પૂજાને પણ ગ્રાહકો પાસે મોકલતો હતો. તેના બદલામાં તે ગ્રાહકો પાસેથી આઠ હજાર રૂપિયા લેતો હતો. આ ધંધાથી તેણે એક ફ્લેટ પણ ખરીધ્યો છે. આ જ ફ્લેટમાં તે છોકરીઓને મોકલતો હતો. ગ્રાહક પાસેથી ફ્લેટના 1500 રૂપિયા અલગથી લેતો હતો.

જૂનું ઘર વેચી પહોંચ્યો લાલબંગલા
પોલીસ અધિકારીએ જણાવ્યુંહતું કે દીપલ હરબંશે ડૉલી પૂજા સિંહ સાથે લગ્ન કર્યા બાદ જૂનું ઘર વેચી લાલબંગલાના બાંકે બિહારી લાલ મહોલ્લામાં શિફ્ટ થયો હતો. પોલીસ તેની પત્નીને શોધી રહી છે.