આ જાણીતા બિઝનેસમેને ગેસ્ટ હાઉસમાં જઈને વેઈટરના હાથે છેલ્લીવાર પીધું પાણી ને પછી…..

કાનપુરઃ કાનપુર ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડના ડિરેક્ટર સુનિલ કુમાર જોશીએ 18 તારીખે બુધવારે કેન્ટ સ્થિત કંપનીના ગેસ્ટ હાઉસમાં લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી. ગોળી લાગ્યા બાદ તેમને સર્વોદયનગર સ્થિત ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતાં. અહીં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સુનિલ જોશી જેપી ગ્રૂપની અનેક કંપનીઓના ડિરેક્ટર હતા. આત્મહત્યા કેમ કરી તે જાણવા પોલીસે ગહન તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આટલા મોટા કંપનીના ડિરેક્ટરના આપઘાતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

સ્વરૂપનગરમાં રહેતા સુનીલ કુમાર જોશી પનકી સ્થિત કાનપુર ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડના નિર્દેશકના પદ પર કાર્યરત હતા. 18 તારીખે બુધવારે સવારે સુનિલ કુમાર ઘરેથી નવશીલ એપાર્ટમેન્ટ નજીક વિભાગીય ગેસ્ટ હાઉસ ગયા હતા.

જાણકારી પ્રમાણે ગેસ્ટ હાઉસમાં કંપનીના એક અન્ય ઓફિસર પણ હાજર હતા. ગેસ્ટ હાઉસમાં સુનિલ કુમાર જોશીએ વેઇટર પાસેથી પાણી માગ્યું અને પીધું પણ ત્યારબાદ બાથરૂમમાં ગયા. બાથરૂમમાં ગયા બાદ ગોળીના ફાયરિંગનો અવાજ આવ્યો તેમ છતા શરૂઆતમાં કોઇએ ધ્યાન ન આપ્યું.

ત્યારબાદ લાંબો સમય થઇ ગયા બાદ પણ બાથરૂમનો દરવાજો ના ખુલ્યો તો અહીંના કર્મચારીએ ગમે તેમ કરી દરવાજો ખોલ્યો હતો. કર્મીઓએ બાથરૂમની અંદર સુનિલ કુમાર જોશીનો લોહીથી લથપથ પડ્યો જોયો તો તે સ્તબ્ધ થઇ ગયા. મૃતદેહ નજીક તેમની પિસ્તોલ પણ હતી.

સુનિલના લમણે ગોળી લાગેલી હતી. ત્યારબાદ તાત્કાલિક સુનિલને સર્વોદયનગર સ્થિત પ્રાઇવેટ નર્સિંગ હોમ લઈ જવામાં આવ્યા જ્યાં તેનું મૃત્યુ થઇ ગયું. કેન્ટ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફોરેન્સિક ટીમે પણ તપાસ હાથ ધરી છે. સુનિલ કુમાર જોશીએ પોતાને કેમ ગોળી મારી, આ અંગે હજુ કોઇ પુરાવા હાથ લાગ્યા નથી.