આ કારણે કરીનાને બધે જવું પડી રહ્યું છે એકલા, તસવીરોમાં જુઓ કરીનાના ફેસનો ગ્લો

મુંબઈઃ કરીના કપૂર અત્યારે પોતાનો પ્રેગ્નન્સિ પિરિયડ એન્જોય કરી રહી છે. પ્રેગ્નન્સિના 8માં મહિનામાં કરીનાને ચાલવામાં તકલીફ થઈ રહી છે, છતાં તે તૈમૂર અલી ખાનની ખુશી માટે તેમના ફ્રેન્ડ નિખિલ દ્રિવેદીના દીકરાની બર્થડે પાર્ટીમાં લઈને ગઈ હતી.

મમ્મી સાથે કારમાં બેસી તૈમૂરના જેવા ફોટોગ્રાફરે ફોટો ક્લિક કર્યાં તો તે ગુસ્સે થઈ મોટી આંખે જોવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 4 વર્ષનો તૈમૂર હવે સમજદાર થઈ ગયો છે અને હવે પોતાના ફોટો પણ ક્લિક કરાવવાનું પસંદ કરતો નથી. જ્યારે પણ ફોટોગ્રાફર્સ તેમના ફોટો ક્લિક કરે છે તો તે ગુસ્સે થઈ જાય છે અને જોર-જોરથી રાડો પાડવા લાગે છે.

મમ્મી કરીના સાથે કારમાં બેસલા તૈમૂરે બ્લેક કલરનું ટી-શર્ટ અને બ્લૂ જીન્સ પહેર્યું હતું. સફેદ કલરના શૂઝ સાથે ચહેરા પર માસ્ક પણ પહેર્યું હતું. આ દરમિયાન તૈમૂર મમ્મી કરીના પાસે તોફાન કરતો પણ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કરીના અત્યારે ઘરે એકલી છે. પતિ સૈફ અલી કાન પોતાની ફિલ્મના શૂટિંગ માટે મુંબઈથી બહાર છે. જેને લીધે તેમણે એકલાએ તૈમૂરને રાખવો પડે છે.

પ્રેગ્નન્સિમાં કરીનાના ચહેરો ખૂબ ગ્લો કરવા લાગ્યો છે. તે અત્યારે પોતાના પર ખાસ ધ્યાન રાખી રહી છે. એટલું જ નહીં તે ફ્રેન્ડઝ સાથે પાર્ટીઝ પણ એન્જોય કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કરીના અત્યારે પોતાના ઘરનું ઇન્ટેરિઅર કરાવી રહી છે. તે રોજ પોતાના નવા ઘરે એક વિઝિટ કરે છે. રિપોર્ટ મુજબ, કરીના પોતાના બીજા બાળકને જન્મ આપ્યાં પહેલાં પોતાના આ નવા ઘરમાં શિફ્ટ થશે. તેમનું આ નવું ઘર અત્યારના ઘરની સામે છે.

જલદી બીજા બાળકને જન્મ આપનારી કરીનાનું વજન પણ પ્રેગ્નન્સિ દરમિયાન ખૂબ જ વધી ગયું છે. કરીનાએ ઘણીવાર કહ્યું છે કે, ‘તે આ માટે ટેન્શનમાં રહેતી નથી.’ કરીના કહે છે કે, ‘આ વાતનો અનુભવ તેમને તૈમૂરના સમયે થયો હતો.’

કારમાંથી ઉતરીને તૈમૂર ફોટોગ્રાફર્સને ગુસ્સામાં જોવા લાગ્યો હતો. સૈફે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘દીકરો હવે વધારે તોફાન કરવા લાગ્યો છે.’ કોરાનાને લીધે તૈમૂરની સ્કૂલ અત્યારે બંદ છે એટલે તે મમ્મી-પપ્પા સાથે ઘરે જ સમય પસાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, તૈમૂર અઠવાડિયામાં એક જ વાર સ્કૂલ જાય છે.