કરીના કપૂર ગમે તે ઘડીએ આપી શકે છે બાળકને જન્મ, એક એક ડગલું મૂકે છે સંભાળીને!

મુંબઈઃ કરીના કપૂર ફેબ્રુઆરીમાં ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે. કરીના કપૂર પ્રેગ્નન્સીના છેલ્લાં દિવસોને ભરપૂર રીતે એન્જોય કરી રહી છે. હાલમાં જ તે ઘરની બહાર જોવા મળી હતી. જોકે, આ વખતે કરીના કપૂર સાવ સિમ્પલ લુકમાં જોવા મળી નહોતી.

કરીના કપૂર ખુલ્લા વાળ, લાલ રંગની લિપસ્ટિક, સ્ટાઈલિશ ચશ્મા તથા લોંગ ઈયરિંગમાં જોવા મળી હતી. તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ રીતે જોવા મળતો હતો.

પ્રેગ્નન્સીમાં કરીના કપૂર મોટા ભાગે એકદમ સિમ્પલ તથા કેઝ્યુઅલ લુકમાં જોવા મળતી હતી. જોકે, આ વખતે તે એકદમ ગ્લેમર અંદાજમાં જોવા મળી છે. તેના આ લુકની ઘણી જ ચર્ચા થઈ હતી.

કરીના કપૂર પ્રિન્ટેડ કફ્તાનમાં એકદમ કમ્ફર્ટેબલ જોવા મળી હતી. કરીના કપૂર પોતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાની જન્મદિવસની પાર્ટીમાં ગઈ હતી અને એટલે જ તે આટલી બધી તૈયાર થી હતી.

કરીના કપૂરની સાથે તેનો દીકરો તૈમુર પણ જોવા મળ્યો હતો. તૈમર બ્લૂ સ્વેટશર્ટ તથા વ્હાઈટ લોઅર તથા માસ્કમાં જોવા મળ્યો હતો. તૈમુર ઘણોજ સ્માર્ટ લાગતો હતો.