કરીનાએ ડિલિવરીના બે દિવસ પહેલાં કર્યું કામ, વધેલા પેટને હાથથી આમ આપ્યો ટેકો

મુંબઈઃ કરીના કપૂર 15મી ફેબ્રુઆરીએ બીજા બાળકને જન્મ આપવાની છે. જોકે, 13 ફેબ્રુઆરીના રોજ એટલે કે ડિલિવરીના બે દિવસ પહેલાં એક્ટ્રેસ આરામ કરવાને બદલે પોતાનું કામ કરતી જોવા મળી હતી. કરીનાએ વર્ક અસાઈન્મેન્ટ પૂરા કર્યાં હતાં.

શનિવાર, 13 ફેબ્રુઆરીના રોજ સવારે કરીના પોતાના સ્ટાફ સાથે બાન્દ્રામાં જોવા મળી હતી. કરીનાની સાથે જાણીતા મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટર પણ જોવા મળ્યા હતા. કરીના લોંગ વ્હાઈટ શર્ટ તથા ક્રીમ ટ્રાઉઝરમાં હતી. તેણે પિંક રંગના સ્લિપર પહેર્યા હતા.

પગથિયાં ઉતારતા સમયે કરીનાએ પેટ પકડી રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે કરીના કપૂરના પિતા રણધીર કપૂરે વેબ પોર્ટલ બોલિવૂડ બબલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કરીના બીજા બાળકને 15 ફેબ્રુઆરીએ જન્મ આપશે. ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરીએ રણધીર કપૂરનો જન્મદિવસ હોય છે.

કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ કામ કરવાનું બંધ કર્યું નથી. કરીનાએ ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ત્યારથી લઈ ડિલિવરીના છેલ્લાં દિવસ સુધી કરીનાએ પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યાં છે.

ઉલ્લેખનીય છે કે કરીનાએ આ પહેલાં 2016માં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. કરીનાએ કહ્યું હતું કે તેણે આ વખતે પોતાના બીજા સંતાનનું નામ નક્કી કરીને રાખ્યું નથી. કારણ કે તૈમુરના નામ વખતે ઘણો જ વિવાદ થયો હતો.