ડિલીવરી પહેલાં જ ‘ડ્રીમ હોમ’ની તૈયારી કરવા લાગી પ્રેગ્નેન્ટ કરીના કપૂર, સામે આવી અંદરની તસવીર - Real Gujarat

ડિલીવરી પહેલાં જ ‘ડ્રીમ હોમ’ની તૈયારી કરવા લાગી પ્રેગ્નેન્ટ કરીના કપૂર, સામે આવી અંદરની તસવીર

પ્રેગ્નેન્ટ કરીના કપૂર ખાન જલ્દી જ પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે હાલ કરીનાને 7 મહિના જાય છે. બીજા બાળકનું સ્વાગત કરવા કરીના તડામાર તૈયારીઓ કરી રહી છે. ડિલીવરી પહેલાં લાગે છે કે, કરીના પોતાના બીજા બાળક માટે રૂમની પ્રોપર ડિઝાઈનિંગ કરાવવા માંગે છે. અભિનેત્રીએ રૂમની ડિઝાઈનિંગ કરાવતી હોય તેવી એક ઝલક પણ જોવા મળી હતી જેમાં તેણે આ પોતાના ડ્રીમ હાઉસ કહ્યું છે.

કરીના પોતાની પસંદવાળી ડિઝાઈનર સાથે રૂમમાં ઉભી રહીને ઈન્સ્ટ્રક્શન આપતી જોવા મળી રહી છે. આ સાથે તેણે લખ્યું હતું કે, બીજીવાર પોતાના ફેવરેટ ડિઝાઈનરની સાથે…ડ્રીમ હોમ…’. તેની આ રૂમમાં બુકથી ભરેલા કબાટ પણ છે. ગયા વર્ષે કરીના કપૂર અને સૈફ અલી ખાને સોશિયલ મીડિયા પર પ્રેગ્નેન્સીની માહિતી આપી હતી. આ સમાચાર આપ્યા બાદ ગણતરીના દિવસો બાદ સૈફના બર્થ-ડે પર કરીનાનું બેબી બંમ્પ ફ્લોન્ટ કરતી હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.

છેલ્લા ઘણાં દિવસોથી કરીનાએ પોતાના બીજા બાળકના નામને લઈને વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે, ગઈ વખત તૈમુરના નામને લઈને બહુ જ બબાલ થઈ હતી. આ વખતે તે વાતનું ધ્યાન રાખશે અને નામ પછી પાડવામાં આવશે. તેના બીજા બાળકનું નામ ચાહકો માટે એક સરપ્રાઈઝ હશે.

કરીના કપૂર હાલ પ્રેગ્નેન્ટી પીરિયડ્સ એન્જોય કરી રહી છ ત્યારે થોડા દિવસ પહેલાં જ કરીના પોતાના ઘરે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હતી જેમાં નજીકના જ લોકો જોવા મળ્યા હતાં. આ ઉપરાંત ઘણીવાર પતિ સૈફ અને તૈમુર સાથે રોડ પર વોકિંગ કરતી જોવા મળે છે. કરીના પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી હોય તેવી તસવીરો સામે આવી ચૂકી છે.

You cannot copy content of this page