પ્રેગ્નન્સીના છેલ્લાં મહિને કરીના કપૂરે સ્પોર્ટ બ્રા પહેરીને કર્યાં યોગ, લાગી એકદમ હોટ

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરને હાલમાં છેલ્લાં દિવસો જઈ રહ્યાં છે. કરીના આવતા મહિને બીજા બાળકને જન્મ આપશે. કરીના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. કરીના સોશિયલ મીડિયામાં પોતાની પ્રેગ્નન્સીની તસવીરો શૅર કરતી રહેતી હોય છે. હાલમાં જ કરીનાએ છેલ્લાં દિવસોમાં યોગા કરીને ચાહકોને નવાઈમાં મૂકી દીધા હતા.

કરીનાએ પિંક આઉટફિટમાં પેટ પકડીને આંખો બંધ કરીને યોગાસન કર્યું હતું. આ યોગાસનનું નામ બદ્ધ કોનાસણ છે. કરીનાએ યોગની તસવીર શૅર કરીને કહ્યું હતું કે હાલમાં તેનો મૂડ સ્ટ્રેચ કરવાનો છે. કરીનાની આ તસવીરો તેના લેટેસ્ટ ફોટોશૂટની છે.

કરીના કપૂર પોતાના પ્રેગ્નન્સીના અનુભવ પર પુસ્તક લખી રહી છે. તેણે આ પુસ્તકનું નામ ‘પ્રેગ્નન્સી બાઈબલ’ રાખ્યું છે. કરીનાએ આ બુકમાં મોર્નિંગ સીકનેસથી લઈને ફિટનેસ અંગે વાત કરી છે. તે આ બુકની આતુરતાથી રાહ જોઈ રહી છે.

કરીનાએ માર્જરી આસન કર્યું હતું. આ આસન પ્રેગ્નન્સીના ત્રીજા મહિનાથી શરૂ કરવામાં આવે છે. આ આસનથી સાથળના સ્નાયુએ સ્ટ્રેચ થાય છે અને મજબૂત બને છે. પીઠના સ્નાયુને મજબૂત કરે છે અને દુખાવામાં રાહત આપે છે.

કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું હતું. તેણે આમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું. કરીનાએ પોતાની વિવિધ બ્રાન્ડની જાહેરાતનું પણ શૂટિંગ કર્યું હતું. આ ઉપરાંત કરીનાએ રેડિયો શોનું શૂટિંગ ચાલુ કર્યું હતું.

અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. અનષ્કાએ પણ પ્રેગ્નન્સીમાં પણ વર્કઆઉટ તથા યોગા કર્યું હતું.