ચેકઅપ માટે પ્રેગ્નેન્ટ કરીના કપૂર ક્લિનિકે પહોંચી, મેક અપ વગર લાગતી હતી આવી

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અત્યારના દિવસોમાં પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે. સોમવારે પ્રેગ્નેન્ટ કરીના પોતાના ફેમિલી ડોક્ટરના ક્લિનિકમાં ચેકઅપ માટે પહોંચી હતી. એવામાં બાંદ્રા સ્થિત ક્લિનિકની બહાર કરીનાની સ્પોટ થઈ હતી. તે સમયે કરીના કપૂરે પ્લાજો અને કુર્તો પહેર્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

કરીના કપૂર પોતાના બીજા બાળકને જન્મ આપવા માટે તૈયાર છે અને તેની ડિલીવરીની ડેટ પણ નજીક આવી રહી છે. એવામાં કરીના અને તેનો પતિ સૈફ અલી ખાન બહુ જ ઉત્સાહિ છે. બન્નેએ બહુ પહેલાં જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કરીનાની ડિલીવરીના સમય તેની સાથે અને ત્યાર બાદ પત્ની અને બાળક સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે સૈફ અલી ખાને લીવ પણ લઈ લીધી છે. સૈફ અલી ખાને પોતાની ફિલ્મ આદિપુરૂષના શૂટિંગને હાલ પુરતુ બંધ રાખ્યું છે અને બાળકના જન્મના થોડા દિવસો પછી ફિલ્મનું શૂટિંગ કરવાનું શરૂ કરશે.

કરીના કપૂર ખાન પણ બાળકના જન્મ બાદ ફરીથી કામ પર પરત ફરશે. પરંતુ તેણે પ્રેગ્નેન્સી દરમિયાન પણ કામ કર્યું છે. કરીના પોતાના રેડિયો શો વ્હાટ વુમન વાંટનું શૂટિંગ હજુ પણ કરી રહી છે. આ ઉપરાંત તે ઘણી જાહેરાતોનું પણ શૂટિંગ કરી ચુકી છે.

કરીનાના પોતાના આગામી પ્રોજક્ટ વિશે વાત કરવામાં આવે તો તેણે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ થોડા દિવસો પહેલાં જ પૂરુ કરી દીધું હતું. આ ફિલ્મ ક્રિસમસ 2020ના રોજ રીલિજ થવાની છે. ફિલ્મને લઈને આમિર અને કરીનાની સાથે તેમના ચાહકો બહુ જ એક્સાઈટેડ છે.