સૈફની ગેરહાજરીમાં પ્રેગ્નેન્ટ કરીનાની કોણ રાખે છે ધ્યાન? તસવીરો જોઈને નહીં થાય વિશ્વાસ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર હાલ પોતાની બીજી પ્રેગ્નેન્સીને માણી રહી છે. કરીના કપૂર ખાન ઘણીવાર મુંબઈમાં ફરતી જોવા મળી રહે છે. કરીના ક્યારેક પોતાની ખાસ મિત્રોની સાથે તો ક્યારેક પોતાની માતાના ઘરે જતી જોવા મળે છે. હાલમાં જ કરીના કપૂર પોતાના ઘરની બહાર જોવા મળી હતી. ત્યારે ગુરુવારે સાંજે કરીના ગ્રીન કલરના કફ્તાનમાં પોતાના ઘરની બહાર જોવા મળી હતી. પ્રેગ્નેન્સી દરમિયાન કરીના કપૂરને કફ્તાન પહેરવાની ખૂબ મજા આવી રહી છે. એક્ટ્રેસ અવારનવાર કફ્તાન પહેરેલી જોવા મળી છે. કરીનાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

ગ્રીન કફ્તાનમાં કરીનાની હંમેશાની જેમ સુંદર લાગતી હતી તો તેનો મોટો થઈ રહેલો બેબી બંપ પણ જોઈ શકાતો હતો. પરંતુ કરીનાને ચાલવામાં પણ તકલીફ પડી રહી હોય તેવું લાગતું હતું. કરીનાની સાથે તેના બાંદ્રા સ્થિત ઘરે બહેન કરિશ્મા કપૂર પણ આવી હતી. રેડ વન પીસમાં કરિશ્મા પણ સુંદર જોવા મળી હતી તો કરિશ્મા ઉપરાંત ‘કપૂર સિસ્ટર્સ’ની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અને અમૃતા અરોરા પણ કરીનાના ઘરે જોવા મળ્યાં હતા જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

હાલ સૈફ અલી ખાન મુંબઈમાં નથી ત્યારે બહેન કરિશ્મા, અમૃતા અને મલાઈકા પ્રેગ્નેન્ટ બેબોનું ધ્યાન રાખી રહી છે. કરીનાને કંપની આપવા અનેકવાર મલાઈકા અને અમૃતા તેના ઘરે અવર-જવર કરતાં હોય છે. સૈફ અલી ખાન હાલ જેસલમેરમાં આગામી ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યો છે. જોકે, સૈફે બીજા બાળકના જન્મ વખતે પેટરનિટી લીવ લીધી છે. ફેબ્રુઆરીમાં સૈફ અને કરીના બીજીવાર પેરેન્ટ્સ બનશે ત્યારે એ વખતે પત્ની અને નવજાત બાળકનું ધ્યાન રાખવા સૈફ ઘરે જ રહેશે.

બીજા બાળકના જન્મ પહેલા સૈફ અને કરીના પોતાના નવા ઘરમાં શિફ્ટ થવાના છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે કરીનાએ થોડા દિવસ પહેલા જ પોતાની ખાસ બહેનપણીઓની સાથે હાલના ઘરે ગેટ-ટુ-ગેધરની પાર્ટી યોજી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.

નોંધનીય છે કે, સૈફ-કરીનાના નવા ઘરમાં એક ખૂબસૂરત લાઈબ્રેરી, સુંદર ટેરેસ અને બાળકો માટે નર્સરી બનાવી છે. સૈફ અને કરીનાએ આ ઘર થોડા વર્ષો પહેલા ખરીદ્યું હતું. ત્યારે કપલે બીજા બાળકના આગમન પહેલા નવા ઘરને ડિઝાઈન પણ કરાવી દીધું છે. ઘરનું કામ જોવા માટે સૈફ અવાર-નવાર ત્યાં આવતો-જતો હોય છે. થોડા દિવસ પહેલા કરીના પણ ઈન્ટીરિયર ડિઝાઈનર સાથે ચર્ચા કરતી નજરે પડી હતી. જોકે, કપલ નવા ઘરે ક્યારે શિફ્ટ થશે તેની ચોક્કસ માહિતી હાલ મળી નથી.