આ ગુજરાતી કપલે કાઠિયાવાડી સ્ટાઈલમાં કરાવ્યું હતું પ્રી-વેડિંગ ફોટોશૂટ, ક્યારેય નહીં જોયું હોય

વેરાવળ: હવે લોકો મેરેજમાં કંઈક નવું કરતાં નજરે પડ્યા છે. પહેલા સાદાઈથી લગ્ન થયા હતાં જોકે આજના જમાનામાં પ્રી-વેડિંગ ફોટોશૂટ થઈ રહ્યું છે. હવે અલગ-અલગ વેડિંગ ફોટોશૂટ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વર્ષ 2015માં ગુજરાતના એક નાનકડાં ગામમાં આવું જ એક પ્રી-વેડિંગ શૂટ જોવા મળ્યું હતું. આ પ્રી-વેડિંગ શૂટ વેરાવળના બાદલપરા ગામના યુવકે કરાવ્યું હતું.

વર્ષ 2017માં આહીર જ્ઞાતિના દેવ બારડ અને હેતલના લગ્ન વખતે આ શૂટ કરવામાં આવ્યું હતું. આ શૂટ દેવના ચિત્રાવડ સ્થિત ફાર્મ હાઉસમાં જ કરવામાં આવ્યું હતું. સમગ્ર શૂટ આહીરોના પારંપરિક અંદાજમાં થયેલું છે. દેવ બારડે પૂણેથી બી.કોમનો અભ્યાસ કર્યો છે અને હાલ તે સિમેન્ટ પોલ મેન્યુફેક્ચરિંગનો ફેમિલી બિઝનેસ સંભાળી રહ્યો છે.

હેતલ મૂળ આદરી ગામના છે, તેઓ ડેન્ટિસ્ટ તરીકે વેરાવળમાં પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. તેમણે GPSCની પરીક્ષા પણ આપી હતી. મહત્વનું છે કે, બાદલપરા ગામ ગુજરાતનું મોડલ ગામ પણ છે. આ ગામને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. આ પ્રી-વેડિંગ શૂટ પરિશ્રમ ડિજિટલ દ્વારા કરવામાં આવ્યું છે.

ગીરના ગામડામાં યુનિક પ્રી-વેડિંગ શૂટ કરવામાં આવ્યું હતું.

વેરાવળના બાદલપરા ગામના દેવ બારડે કર્યું પ્રી-વેડિંગ ફોટો શૂટ કરવામાં આવ્યું હતું.

આહીર પરિવારના દેવ બારડ અને હેતલના થયા હતા લગ્ન

દેવ બારડ અને હેતલના વર્ષ 2015માં કર્યાં હતાં લગ્ન

ચિત્રાવડ સ્થિત દેવના ફાર્મ હાઉસમાં જ કર્યું ફોટો શૂટ

આહીરોના પારંપરિક અંદાજમાં દેવ-હેતલે કર્યું ફોટો શૂટ

દેવ બારડને સિમેન્ટના પોલનો છે ફેમિલી બિઝનેસ

હેતલે ડેન્ટીસ્ટ તરીકે વેરાવળમાં કરી હતી પ્રેક્ટિસ, દેવની પત્ની હેતલે GPSCની પરીક્ષા પણ આપી છે

બાદલપરા ગુજરાતનું મોડલ ગામ, અનેક એવોર્ડ પણ મળ્યા

પરિશ્રમ ડિજિટલ દ્વારા શૂટિંગ અને એડિટિંગ કરાયું.