મમ્મીને લાગ્યું કે કોઈએ દીકરીને વેચી કાઢી પણ લાડલીના કરતૂતો જાણીને લાગ્યો આંચકો

માસૂમ દેખાતી આ છોકરી કેટલી શેતાન છે તેનો અંદાજો કોઈ લગાડી શક્યું નહીં. દીકરીને જન્મ આપનારી તેની મા પણ તેને ઓળખી શકી નહીં. લાડકી રૂપિયા માટે કેટલાય લગ્ન કરી ચૂકી હશે. આ વાતની ખબર અત્યારસુધી માને પણ નહોતી. દીકરીનો અસલી ચેહેરો ત્યારે સામે આવ્યો જ્યારે માએ તેને પીડિત સમજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. તપાસમાં તે પીડિતા નહીં, પણ આરોપી નીકળી. આ છોકરી મહિલાઓના ગ્રુપની મુખ્ય લીડર નીકળી, જે મોટી રકમથી ઠગવા માટે અત્યારસુધી કેટલાય લગ્ન કરી ચૂકી હતી અને તક મળતાં જ દુલ્હાને છોડીને ભાગી જતી હતી. આ પછી પોતાના ગ્રુપ સાથે તે કુંવારા છોકરાની શોધ કરતાં હતાં.

આ ઘટના ચિત્તોડગઢ જિલ્લાના નિમ્બાહેડા વિસ્તારની છે. અહીં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ખોટાં લગ્ન કરૂ રૂપિયા લૂંટવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે અત્યારસુધી પોલીસે ત્રણ મહિલા સામે કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી છે. લગ્ન માટે દલાલની ભૂમિકા પ્લે કરનારા ગ્રુપ માટે બે લાખ રૂપિયાની ડિમાન્ડ કરતાં હતાં.

જ્યારે છોકરીની માને ખબર પડી કે દીકરી બે મહિલાઓ સાથે ક્યાંક જતી રહી છે. આ વખતે કેટલાય દિવસ સુધી તે આવી નહી તો તેણે 20 ઓગસ્ટે દીકરી નેહાને પૂછ્યું તો, નેહાએ નવી કહાની જણાવી હતી. તેણે પોતાની માને જણાવ્યું કે, સીમા શેખની પુત્રી લાલ મોહમ્મદ સાથે ગામથી ચિત્તોડગઢ ફરવા આવી હતી. સીમા શેખની ફ્રેન્ડ સપના ખટીકના ત્યાં બર્થડે પાર્ટીમાં નિંબાહેડા ગઈ હતી.

જ્યા સીમા શેખ, સપના ખટીક, સાબિર ખાન નિવાસી નીમચે તેમની દીકરી નેહા કશ્યપનું નકલી આધારકાર્ડ બનાવડાવી મધ્યપ્રદેશના જારડા નિવાસી જયરામ પુત્ર માંગીલાલ માલવીયને રૂપિયા આપીને વેચી દીધી હતી. મુન્ની દેવીએ દીકરીની આ ફરિયાદને પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી. આ પછી પોલીસે તપાસ શરૂ કરી લીધી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે, પ્રાર્થીની દીકરી નેહાના જેના વિરુદ્ધ જાણકારી હતી. તે ગ્રુપની સભ્ય છે. તે ખુદ તે ગ્રુપની હેડ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સીમા શેખ, સપના ખટીક, સાબિર ખાનનું એક ગ્રુપ છે. આ ગ્રુપમાં લોકોને ફસાવીને લગ્ન કરાવવામાં આવે છે. કેમ કે, આ કેસમાં રકમ પહેલાંથી લઈ લેવામાં આવી હોય છે. એટલે લગ્ન પછી પણ છોકરીઓ એક-બે દિવસમાં અહીંથી ભાગવાની તૈયારી કરતી હતી.

આ વખતે છોકરી એક મહિના સુધી ત્યાંથી નીકળી શકી નહીં તો મા ચિંતામાં આવી ગઈ. જેવી છોકરી પાછી આવી તેમણે તેની કહાની પર વિશ્વાત કરી લીધો અને રિપોર્ટ દાખલ કરાવી દીધો. નેહાએ જેના વિરુદ્ધ માને જાણકારી આપી હતી. તે દરેક તેના ગ્રુપના સભ્યો હતા.

પોલીસે જણાવ્યા મુજબ આ ગ્રુપે નેહા કશ્યપના લાડો કુમાવતના નામથી ખોટું આધારકાર્ડ બનાવી મધ્યપ્રદેશના જયરામ માલવીયને છેતરીને નિંબાહેડા કોર્ટમાં શપથ પત્ર અને લગ્ન અનુબંધ પત્ર તૈયાર કરી લગ્ન કરાવી દીધા હતાં. જેના બદલામાં જયરામને એક લાખ દસ હજાર રૂપિયા આપ્યા હતાં. નેહા કશ્યપે જયરામ માલવીય સાથે લગભગ એક મહિના સુધી તેના ઘરે પત્ની બનીને રહી હતી. આ દરમિયાન જયરામના ઘરેથી નેહાએ બે વાર ભાગવાનો પ્રયત્ન કર્યો પણ ભાગી શકી નહીં.

લગભગ એક મહિના પછી નેહા દુલ્હા જયરામને છોડીને ભાગી ગઈ તો જયરામે તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. આરોપી ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના શિવપુરના હટિયા નિવાસી સીમા શેખની પુત્રી લાલ મોહમ્મદ, વારાણસી જિલ્લાના શિવપુરના દાનીયાલપુર નિવાસી નેહા પુત્રી અમરનાથ પ્રસાદ કહાર અને બેગૂના આખરિયા ચોક નિવાસી લક્ષ્મી પુત્રી બંશીલાલ ખટીકના લગ્ન કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જેમણે પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. તો નીમચ નિવાસી સાબિર ખાન ફરાર છે. આ મામલે ખોટું આધારકાર્ડ બનાવનારાની અને તેના રોલની તપાસ કરવામાં આવી રહી છે.

પકડાઈ ગયેલી ત્રણેય મહિલાઓ-યુવતીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે, ગ્રુપની છોકરી નેહાના કેટલીવાર ખોટા લગ્ન થયા છે? પ્રત્યેક લગ્નમાં કેટલા રૂપિયા લૂંટવામાં આવ્યા છે. આ ઘટના પછી અત્યારસુધી ત્રણેય વિરુદ્ધ ક્યાં-ક્યાં કેસ દાખલ કરવામાં આવ્યા છે? આ ત્રણેય મહિલાઓ અને એક પુરુષ ઉપરાંત ગ્રુપમાં કોણ-કોણ છે? અત્યારસુધી લૂંટના કેટલા રૂપિયા ક્યાં-ક્યાં ઉપયોગ કરાયા છે.?