લગ્નના દિવસે જાન આવે તે પહેલાં જ દુલ્હનનો પરિવાર ઘરે તાળું મારીને થઈ ગયો ફરાર પછી…

એક વરરાજા અને તેના પરિવાર માટે ગજબની સ્થિતિ પેદા થઈ ગઈ છે. જ્યારે લગ્ન માટે દુલ્હનના ઘરે પહોંચ્યા તો ત્યાં દરવાજે તાળા લાગેલાં મળ્યા. તેમના પરિવારના તમામ સભ્યોના મોબાઈલ ફોન પણ બંધ મળ્યા. વરરાજાના પરિવારે આ છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં કરી. આ ઘટના પંજાબના મોગા જિલ્લાની છે.

વરરાજા હરજિંદરસિંહના પરિવારજનોએ જણાવ્યું કે, લગભગ 1 મહિના પહેલા તેમના છોકરાના લગ્ન મોગાના રેડવામાં રહેતી એક છોકરી સાથે નક્કી કર્યા હતા. અને લગ્નના એક દિવસ પહેલા છોકરીના પરિવાર દ્વારા શગુન પણ મોકલાયું હતું.

તેમણે જણાવ્યું કે સોમવારે સવારે જ્યારે તેઓ જાન લઈને નીકળ્યા તો કેટલાક લોકોએ તેમની ગાડીને રોકીને જણાવ્યું કે છોકરીના તો પહેલેથી જ લગન થઈ ચૂક્યા છે.

વરરાજાના પરિવારના લોકોએ જણાવ્યું કે તે સમયે છોકરી સગીર હોવાને કારણે છોકરીના પહેલા પતિને સજા પણ થઈ છે. જ્યારે અમે જાન લઈને છોકરીના ઘર પર પહોંચ્યા તો. ઘર પર તાળું લટકેલુ હતું. જ્યારે અમે ફોન પર છોકરીના પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો ફોન સ્વિચઓફ હતો. જેને કારણે દુલ્હાનાં પરિવારનાં લોકોએ છોકરીના પરિવાર વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ સમયે ઘટના સ્થળે પહોંચીને પોલીસે જણાવ્યું કે ડાયલ નંબર 112 પર વરરાજાના પરિવાર તરફથી ફરિયાદ કરાઈ છે. જેના આધાર પર તેઓ ત્યાં પહોંચ્યા હતા. અને હવે છોકરાના પરિવારજનોને ફરિયાદ નોંધાવવા કહ્યું છે.