કોરોનાના લક્ષણો અંગે થેયલા સ્ટડીમાં બહાર આવી ચોંકવાનારી વિગતો, ક્લિક કરીને જાણો - Real Gujarat

કોરોનાના લક્ષણો અંગે થેયલા સ્ટડીમાં બહાર આવી ચોંકવાનારી વિગતો, ક્લિક કરીને જાણો

શું કોરોના વાયરસ વ્યક્તિની ગંધ અને સ્વાદ ચાખવાની ક્ષમતાને અસર કરી શકે છે? જવાબ છે હા. વાસ્તવમાં, સંશોધનકારોએ અનુભવ અને પ્રયોગના આધારે પ્રથમ વખત શોધી કાઢયું છે કે કોવિડ – 19 ચેપગ્રસ્ત દર્દીની ગંધ અને સ્વાદ ચાખવાની ક્ષમતાને અસર કરે છે. ઇન્ટરનેશનલ ફોરમ ઓફ એલર્જી અને રાયનોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, જે વ્યક્તિને ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો છે અને તેની ગંધ અથવા સ્વાદ ચાખવાની ક્ષમતા પ્રભાવિત છે, તો તે કોરોના વાયરસથી સંક્રમિત હોઈ શકે છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન ડિએગોમાં ENTના ડોક્ટર અને અભ્યાસનાં સહ-લેખક કેરોલ યાને જણાવ્યું હતું કે, “અમારા અભ્યાસ મુજબ, જો કોઈ વ્યક્તિની ગંધ અને સ્વાદની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય તો તેને કોવિડ -19નો ચેપ લાગવાની સંભાવના 10 ગણી વધારે છે.”

આ બાબતે, યાને કહ્યું હતું કે તાવ એ હજી પણ કોરોના વાયરસનું મુખ્ય લક્ષણ છે, પરંતુ થાક, સૂંઘવાની અને સ્વાદ ચાખવાની ક્ષમતામાં ઘટાડો એ પણ વાયરસના પ્રાથમિક સામાન્ય લક્ષણો છે. તેમણે કહ્યુ, “આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસ એક ખૂબ જ ચેપી રોગ છે. આ અભ્યાસ કોવિડ- 19 ના પ્રારંભિક લક્ષણોમાં ગંધ અને સ્વાદ ચાખવાની ક્ષમતાના અભાવને પુષ્ટિ કરે છે.”

સંશોધનકારોએ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન ડિએગોમાં 3 માર્ચથી 29 માર્ચ, 2020ની વચ્ચે આ શોધ કરીછે. આ સમયગાળા દરમિયાન, કોવિડ -19 ચેપની તપાસ માટે આવેલા 1, 480 દર્દીઓના લક્ષણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ સંશોધનમાં 102 તપાસમાં સંક્રમિત હતા, જ્યારે 1, 378 એ ચેપની પુષ્ટિ કરાઈ નથી.