લેડી ડોનનો એવો અંદાજ કે ભલભલા થથરી જાય, પતિની કરાવવા માગતી હતી હત્યા - Real Gujarat

લેડી ડોનનો એવો અંદાજ કે ભલભલા થથરી જાય, પતિની કરાવવા માગતી હતી હત્યા

ઝજ્જરઃ હરિયાણાના ઝજ્જરની ક્રાઇમ બ્રાંચ પોલીસે લારેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી લેડી ડોનની સાથે સાથે ધરપકડ કરી છે. તે હરિયાણા, દિલ્હી સહિત વિવિધ વિસ્તારમાં હથિયર સપ્લાય કરતી હતી. મંજૂ આર્ય ઉર્ફે મીનુ નામથી કુખ્યાત લેડી ડોન સો.મીડિયામાં પણ છવાયેલી છે. સો.મીડિયામાં હથિયાર પકડેલા હોય તેવા અનેક વીડિયો વાઇરલ છે.

મંજૂ આર્યા ઉર્ફે મીનુનો મુખ્ય હેતુ પંજાબના જલંધરમાં રહેતા પોતાના પતિ તથા અન્ય એક વ્યક્તિની હત્યા કરવાનો હતો. જોકે, તે પોતાના ઈરાદામાં સફળ થાય તે પહેલાં જ તે પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. મહિલાએ પર પોતાના સાથીઓની સાથે ઝજ્જર તથા રોહતકમાં હથિયારોના દમ પર ગાડી લૂટવાનો પણ આરોપ છે.

પૂછપરછમાં આ ઘટસ્ફોટ થયોઃ ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલાં પોલીસને કંટ્રોલ રૂમમાં માહિતી મળી હતી કે ઝજ્જરમાંથી એક કાર લૂટી લેવામાં આવી છે. આ માહિતી બાદ પોલીસે ગાડી લૂટનારા બે આરોપીઓને ઘરે જઈને પકડ્યા હતા. આ બંનેની પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો કે એક લેડી ડોન સહિત ચાર અન્ય બદમાશો પણ સામેલ છે.

પોલીસે આ માહિતી બાદ અન્ય બદમાશોને પકડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસને મુરાદાબાદમાંથી લેડી ડોન મંજૂ આર્યાને ઝડપી હતી અને તેના અન્ય સાથી ઈકબાલ સિંહને પણ પકડી પાડ્યો હતો.

પૂછપરછમાં એ વાત પણ સામે આવી હતી કે લેડી ડોન એક વ્યક્તિની હત્યા કરાવવા માગે છે. તે જલંધર સ્થિત પતિની હત્યા કરવા માગે છે, કારણ કે તેને પતિ સાથે બનતું નહોતું અને તેને સબક શીખવવા માગતી હતી. જોકે, તે પહેલાં જ તે પોલીસના હાથે ઝડપાઈ ગઈ.

You cannot copy content of this page