સપનામાં પણ ના વિચારી શકો એટલી મોંઘી-મોંઘી વસ્તુઓ છે આપણાં મુકેશભાઈ પાસે - Real Gujarat

સપનામાં પણ ના વિચારી શકો એટલી મોંઘી-મોંઘી વસ્તુઓ છે આપણાં મુકેશભાઈ પાસે

મુંબઈઃ Hurun Global Rich List 2020ના હાલના જ એક રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીની નેટવર્થ 4,80,700 કરોડ રૂપિયા એટલે કે 97 બિલિયન અમેરિકન ડોલર છે અને 2019માં દર કલાકે મુકેશ અંબાણીએ 7 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ લિસ્ટ પ્રમાણે મુકેશ અંબાણી ભારતના નંબર 1 અને દુનિયાના નવમાં સૌથી અમીર વ્યક્તિ છે. આ લિસ્ટમાં સૌથી ઉપર નામ અમેઝોનના સીઇઓ જેફ બેજોસનું છે. રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીની કમાણી કુલ 24 ટકા વધી છે, જેના કારણે તે ભારતના સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે.

આ લિસ્ટ પ્રમાણે 67 બિલિયનની કુલ સંપત્તિ સાથે લગભગ દુનિયામાં એવી કોઇ વસ્તું નહીં હોય જે આ બિઝનેસ પરિવારની પહોંચની બહાર હોય.

ભલે મુકેશ અંબાણી દુનિયાના સૌથી નવમાં અમીર વ્યક્તિ હોય પરંતુ તેમનું ઘર દુનિયાનું સૌથી મોંઘા ઘરમાંથી એકર છે. તેમનું એન્ટેલિયા પ્રથમ એવું ઘર છે, જેની નેટવર્થ 1 બિલિયન ડોલરથી વધુ છે. 27 માળની આ ઇમારતમાં ગેરેજ છે, જેમાં 168 કાર છે. પરિવારના દરેક સભ્ય માટે અલગ અલગ હેલ્થ ક્લબ અને સિનેમા હોલ છે. આ ઘરમાં 600 લોકોનો સ્ટાફ કામ કરે છે.

મુકેશ અંબાણીનું આ કોર્પોરેટ જેટ 25 મુસાફરોની સાથે ઉડી શકે છે. આ વિમાનમાં મનોરંજન માટે એક અલગ કેબિન છે. આ ઉપરાંત જહાજમાં લક્ઝરી સ્કાઇ બાર અને ડાઇનિંગ એરિયા પણ છે, જેમાં એર કન્ડિશનિંગ અને અત્યાધુનિક કોકપિટ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ જેટની કિંમત 100 મિલિયન ડોલરથી વધુ છે.

મુકેશ અંબાણી દરિયામાં તરતા મહેલના પણ માલિક છે. આ યોટમાં એક સોલર ગ્લાસની છત છે અને તે 58 મીટર લાંબુ અને 38 મીટર પહોળું છે. તો આ યોટમાં ત્રણ ડેટ છે, જેમાં પિયાનો બાર, લોજ અને મહેમાનો માટે્ સ્યૂટની સાથે ડાઈનિંગ એરિયા અને વાંચન માટે રૂમ જેવી સુવિધા છે. જોકે, તેની કિંમત વિશે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ કહેવામાં આવે છે કે આ યોટની કિંમત 100 બિલિયન ડોલરથી વધુ છે.

મુકેશ અંબાણીએ 2007માં પોતાના પ્રાઇવેટ યૂઝ માટે આ જેટને ખરીદ્યું હતું. આ જેટ વિમાનમાં 78 મુસાફરો બેસી શકે તેટલી જગ્યાની સાથે 1004 વર્ગ ફૂટ કેબિન છે. જેને તમે ઉડતી હોટલ કહી શકો છો. આ જેટમાં લોજ અને પ્રાઇવેટ સ્યૂટ પણ છે. કહેવામાં આવે છે કે મુકેશ અંબાણીએ આ પ્રાઇવેટ જેટને 73 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું.

આ વિમાનમાં એક મિડ ફ્લાઇટ ઓફિસ, ગેમ કંટ્રોલની સાથે કેબિન, મ્યુઝિક સિસ્ટમ, સેટેલાઇટ ટેલિવિઝન, વાયરલેસ કોમ્યુનિકેશન છે. આ જહાજને ભારતમાં ક્યારેય પણ નાના હાઇવે પર ઉતારી શકાય છે. કહેવામાં આવે છે આ જેટની અંદાજીત કિંમત 43.3 મિલિયન ડોલર છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણી આ કારને ખરીદનાર ભારતના પ્રથમ વ્યક્તિ છે. તેમણે આ કાર પોતાની પત્ની નીતા અંબાણીને જન્મદિવસ પર ગિફ્ટ કરી હતી. આ કાર 5.4 સેકન્ડસમાં 100 કિમી પ્રતિ કલારની સ્પીડે દોડી શકે છે. આ કારને અંબાણીની જરૂરિયાત પ્રમાણે મોડિફાઇ કરવામાં આવી છે, જેની કિંમત 1 મિલિયન ડોલરથી વધુ છે.

મોડિફાઇડ એસ્ટન માર્ટિન આ લિસ્ટમાં સૌથી મોંઘી કારમાંથી એક છે. આ કાર માત્ર 4.4 સેકન્ડમાં 0-60ની સ્પીડ પકડી શકે છે અને આ કારની વધુમાં વધુ સ્પીડ અંદાજે 203 માઇલ પ્રતિ કલાક છે, જેની કિંમત 1 લાખ 70 હજાર ડોલર છે.

મેબેક 62ની જેમ જ આ કારમાં એક બોર્ડ કોન્ફ્રેન્સ સેન્ટર, લેપટોપ અને ટીવી સ્ક્રીન છે એટલું જ નહીં આ કાર બોમ્બ અને બૂલેટ પ્રૂફ છે. આ કાર માત્ર 312 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ પકડી શકે છે. કહેવામાં આવે છે કે અંબાણીએ આ કારને 10 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

મુકેશ અંબાણીની આ કાર રોકેટથી જરાય ઉતરતી નથી. આ કારમાં 7 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન અને એક ટર્બો ચાર્જ 6L એન્જિન છે જે 621 હોર્સ પાવરનો પાવર આપે છે. આ કારને ખરીદવા માટે્ મુકેશ અંબાણીએ 100,000થી વધુનો ખર્ચ કર્યો હતો.

અંબાણીના કાર ક્લેક્શનમાં સૌથી મોંઘી કાર બીએમડબ્યુ 760Liછે, જેની કિંમત અંદાજે 815 કરોડ રૂપિયા છે. આ કાર બુલેટ પ્રૂફ છે અને Z+ની સુરક્ષાથી સજ્જ છે. બખ્તરબંધ કારની રજિસ્ટ્રેશન ફી વધુ હોય છે આથી અંબાણીએ મુંબઇમાં કારને રજિસ્ટ્રેશન માટે 1.6 કરોડ રૂપિયાનો વધારાનો ચાર્જ આપ્યો હતો. રિપોર્ટ પ્રમાણે આ ભારતમાં કોઇપણ વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવેલી સૌથી વધુ ફી છે.

આ સુંદર લક્ઝરી સેડાન મુકેશ અંબાણીના કાર ક્લેકશનમાં સૌથી આકર્ષક કારમાંથી એક છે. રોલ્સ રોયસ ફેંટમ 5.8 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ પકડી શકે છે. જેની ટોપ સ્પીડ 249 કિમી પ્રતિ કલાક છે. આ કારની કિંમત અંદાજે 8 કરોડ રૂપિયા છે.

You cannot copy content of this page