ત્રણ-ત્રણ પુત્રો હોવા છતાંય માતાની અરથીને ના મળી કાંધ, વાંચીને થશે આંખના ખૂણા ભીના

જયપુરઃ કોરોના વાયરસ નિયંત્રણ માટે દેશભરમાં લોકડાઉનને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઈચ્છીને પણ પોતાના જરૂરી કાર્યો કરી શકતા નથી. જેને કારણે લોકો પરંપરાઓથી હટીને પણ કામ કરવા માટે મજબૂર થઈ રહ્યા છે. એવું જ કંઈક રાજસ્થાનના લાર થાના વિસ્તારનાં તિલોલી ગામમાં થઈ છે. જ્યાં અચાનક એક વૃદ્ધ મહિલાનું મોત થયુ હતુ. તેનાં ત્રણ પુત્રો ઈચ્છીને પણ તેનાં અંતિમ દર્શન કરી શક્યા નહોતા. જ્યારે કોઈ રસ્તો ના બચ્યો તો ઘરમાં જ હાજર વહુએ પોતાની ફરજ નિભાવી હતી. નાનકડા માસુમ બાળકને તેડીને તેણે પોતાની સાસુની અરથીને કાંધ આપી હતી. ઘાટ પર ચિતાને મુખાગ્નિ આપ્યો અને પરંપરામુજબ ક્રિયા-કરમ પણ કર્યાં હતાં, જેને ઘાટ પર જોઈને લોકો વિચારવા માટે મજબુર થઈ ગયા હતા.

વહુની સાથે રહેતી હતી સાસુઃ લાર વિસ્તારનાં તિલોલી ગામમાં રહેતી સુમિત્રા દેવી (70)નાં ત્રણ પુત્રો છે. સુમિત્રા પોતાના પુત્ર ચંદ્રશેખરની પત્ની નીતુ અને તેનાં બાળકો સાથે સલેમપુર કસ્બામાં સોહનાગ રોડ પર ભાડાના રૂમમાં રહેતી હતી. ત્રણેય પુત્રો બહાર અલગ અલગ રાજ્યોમાં નોકરી કરતાં હતા.

ઈચ્છા હોવા છતાં ન આવી શક્યા પુત્રોઃ સુમિત્રાની તબિયત શુક્રવારે (3 એપ્રિલ) અચાનક ખરાબ થઈ ગઈ હતી. લોકડાઉનની વચ્ચે લોકોની મદદથી નીતુ તેમને એમ્બ્યુલન્સમાં CHC લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. તેણે આ વાતની સૂચના પોતાના પતિ સહિત પરિવારનાં અન્ય લોકોને પણ આપી હતી. લોકડાઉનને કારણે રેલવે, હાઈવે અને પ્લેન બધુ બંધ રહેવાને કારણે વૃદ્ધાનો એક પણ પુત્ર આવી શકે તેમ નહોતાં.

પરિવારની વાત સાંભળીને ધરમસંકટમાં આવી ગઈ વહુઃ કોઈ રસ્તો ના નીકળતા પતિ ચંદ્રશેખર સહિત તેનાં અન્ય ભાઈઓએ નીતુને જ માતાનાં અગ્નિસંસ્કાર કરવા માટે કહ્યુ હતુ. અચાનક જ પડેલી આ વિપત્તિથી પરેશાન નીતુને હવે કંઈ સમજ ના પડતાં તે તેનાં માસૂમ પુત્રને તેડીને નગર પંચાયત અધ્યક્ષ જેપી મદ્ધેશિયાની પાસે પહોંચી અને આખી ઘટનાની જાણકારી આપી

ચેરમેને કરી મદદઃ નીતુની પરેશાની સાંભળીને ચેરમેન જેપી મદ્ધેશિયાએ તેને મદદ કરી અને શબવાહિનીની વ્યવસ્થા કરીને શબને શ્મશાન ઘાટ પહોંચાડ્યુ હતુ અને અંતિમ સંસ્કાર કરાવવાની તૈયારી કરી હતી.

શબને કાંધ આપવાની વાત કરતાં એકબીજાના મોઢા જોવા લાગ્યા લોકોઃ નીતુએ જાતે શબને કાંધ આપી અને લોકો સાથે સ્મશાન ઘાટ ગઈ હતી. ઘટના સ્થળે કોઈ પુરૂષ હાજર ના રહેવાને કારણે ચિતાને મુખાગ્નિ આપવાની વાત આવી તો ત્યાં હાજર બધા જ લોકો એકબીજાના મોઢા જોવા લાગ્યા હતા. એવામાં નીતુએ આગળ આવીને પોતાની સાસુની ચિતાને મુખાગ્નિ આપ્યો અને અંતિમ સંસ્કારની દરેક રસમો પુરી કરી હતી.