અલિબાગના આ શાનદાર રિસોર્ટમાં છે 25 લેવિસ રૂમ, જાણો બોલિવૂડમાંથી કોણ-કોણ લગ્નમાં આવશે - Real Gujarat

અલિબાગના આ શાનદાર રિસોર્ટમાં છે 25 લેવિસ રૂમ, જાણો બોલિવૂડમાંથી કોણ-કોણ લગ્નમાં આવશે

વરૂણ ધવન અને તેની મંગેતર નતાશા દલાલના લગ્ન આગામી 24મી જાન્યુઆરીના રોજ યોજાશે. બંને મુંબઈ નજીક આવેલા અલીબાગમાં લગ્ન કરશે. આ લગ્ન એક પ્રાઈવેટ સેરેમનીમાં હશે અને તેમાં પરિવારના લોકો જ સામેલ થશે.

સમાચાર મુજબ વરુણ ધવન અલીબાગના મેન્શન હાઉસ રિસોર્ટમાં લગ્ન કરવાના છે. મેન્શન હાઉસ રિસોર્ટમાં રિસોર્ટમાં 25 રૂમ છે. અલીબાગ જેટીથી આ રિસોર્ટ માત્ર 10 મિનિટના અંતરે છે.

મેન્શન હાઉસ રિસોર્ટ એ ખૂબ જ આલીશાન છે અને તેમાં અંદાજે 25થી વધુ રૂમ છે. મેન્શન હાઉસ રિસોર્ટમાં એક્સોટિક પૂલ પણ છે. cntraveller.in મુજબ આ આખા મેન્શનને એક રાત માટે બૂક કરવાની કિંમત 4 લાખ રૂપિયા છે. જેમાં જમવાનું પણ સામેલ છે. આ રિસોર્ટ અલિબાગના એક સુંદર એરિયામાં આવેલો છે.

રિસોર્ટમાં ત્રણ પ્રકારના રૂમ ઉપલબ્ધ છે. આ મેન્શનમાં ઘણા રસ્ટોરન્ટ પણ છે. રિસોર્ટમાં એક સીક્રેટ ગાર્ડન પણ છે. જ્યાં બેસીને તમે નાસ્તો પણ કરી શકો છે. અહીં દેશી અને વિદેશી ડિશના ઓપ્શન પણ ઉપલબ્ધ છે.

અનુષ્કા-વિરાટ કોહલીના લગ્નમાં જે વેડિંગ પ્લાનર હતા, તે જ પ્લાનરે વરુણ ધવનના લગ્નની વ્યવસ્થા સંભાળી છે. કોરોનાની ગાઈડલાઈન્સના લીધે લગ્નમાં 200 મહેમાનો હાજર રહેશે.

હાલમાં મેન્શન હાઉસ રિસોર્ટને ડેકોરેટ કરવાની કામગીરી પૂરજોશથી ચાલી રહી છે. રિસોર્ટને આખો કવર કરી દેવામાં આવશે, જેથી કોઈ ફોટોગ્રાફર્સ પાડી શકે નહીં.

સૌથી પહેલાં સંગીત સેરેમની યોજાશએ. જેમાં વરૂણના નજીકના લોકો સામેલ થશે. જેમાં રન જોહર, મનિષ મલ્હોત્રા, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, સારા અલી ખાન, જાહન્વી કપૂર-ખુશી કપૂર, કિઆરા અડવાણી, અનિલ કપૂર વગેરે સામેલ થશે.

વરુણની સંગીત સેરેમનીમાં કરન જોહર તમામ વ્યવસ્થા જોવાનો છે. જોકે આ લગ્ન અંગે બંનેમાંથી એક પણ પરિવારે હજી સુધી પુષ્ટિ કરી નથી. વરુણ ધવનના કાકા અનિલ ધવને 24મીએ લગ્ન હોવાની વાત કહી હતી.

You cannot copy content of this page