‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના માધવીભાભીની બિલ્ડિંગ સીલ, અંદરથી કેવું છે મિસિસ ભીડેનું ઘર

મુંબઈઃ 49 વર્ષીય સોનાલિકા જોષી એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની માધવીભાભી હાલમાં મુંબઈમાં કાંદિવલી ઈસ્ટમાં રહે છે. સોનાલિકાના ફ્લેટમાં એક દર્દી કોરોના પોઝિટિવ આવતા બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે. અહીંયા 27 માર્ચથી 14 દિવસ માટે સીલ રહેશે. આટલું જ નહીં બિલ્ડિંગમાં રહેતા લોકોને ક્વૉરન્ટીન રહેવાનું કહેવામાં આવ્યું છે. માધવીભાભીના કાંદિવલી ઘરની અંદરની તસવીરોનો આપણે નજારો માણીશું. એક અંદાજ પ્રમાણે આ ઘરની કિંમત 80 લાખથી 1 કરોડની વચ્ચે છે.

માધવીભાભી એટલે કે સોનાલિકા જોષીને નેચરની નજીક રહેવું ગમે છે. સીરિયલ હિટ જતાં તે મુંબઈના પોશ એરિયામાં સામેલ એવા કાંદિવલી વિસ્તારમાં પોતાનું ઘર ખરીદવા સક્ષમ બની.

સોનાલિકાએ પોતાનું આ ડ્રીમ હાઉસ વર્ષ 2013માં ખરીદ્યું હતું. સોનાલિકાના મતે, કોઈ પણ વ્યક્તિ તેના ઘરના પ્રેમમાં પડી શકે છે. તે આજે પણ ઘર કેવી રીતે સુંદર દેખાય તે માટે સતત પ્રયત્નો કરે છે.

સોનાલિકા પૂજા રૂમથી લઈ રસોડું તથા બેડરૂમને સતત ડેકોરેટ કરે છે, જેથી ઘર હજી વધુ સુંદર લાગી શકે. સોનાલિકા માને છે કે પતિના સપોર્ટ વગર તે ક્યારેય આ નવું ઘર લઈ શકી ના હોત.

સોનાલિકાએ કહ્યું હતું કે તે વાસ્તુમાં બહુ જ આસ્થા ધરાવે છે અને તેણે પોતાનું ઘર એ જ રીતે સજાવ્યું છે. તેને આર્ટના નાના-નાના પીસ ઘણાં જ પસંદ છે અને તેણે ઘરમાં એ રીતના પીસ મૂક્યા પણ છે.

સોનાલિકા પોતાના ઘરને બહુ જ પ્રેમ કરે છે, તે માને છે કે તેનું ઘરમાં ઘણી જ પોઝિટિવિટી રહેલી છે અને ઘરની અંદર પ્રવેશ કરતાં જ એક હાશકારો અનુભવાય છે.

કાંદિવલીમાં ફ્લેટ ખરીદ્યો એ પહેલાં સોનાલિકી જોષી પતિ સમીર તથા દીકરી આર્યા સાથે બોરિવલીમાં એક બેડરૂમ, કિચનના ફ્લેટમાં રહેતી હતી.

સોનાલિકા જોષીએ ગયા વર્ષે એમજી હેક્ટર કાર ખરીદી હતી. આ કારની અંદાજીત કિંમત 13 લાખ હોવાનું માનવામાં આવે છે.

સોનાલિકા જોષીએ પોતાના કિચનને ઘણાં જ પ્રેમથી સજાવ્યું છે. કિચન ફર્નિચરમાં મરૂન અને વ્હાઈટ રંગનું ફર્નિચર રાખ્યું છે, જે આગવો ઉઠાવ આપે છે.

સોનાલિકા ભગવાનમાં ઘણી જ આસ્થા ધરાવે છે. તેણે રૂમની અંદર જ એક દિવાલ પર પૂજા રૂમ તૈયાર કર્યો છે. અહીંયા તે રોજ સવારે પૂજા અર્ચના કરતી હોય છે.