બાબા રામદેવની યોગ શિબિરમાં આ ગ્લેમરસ અભિનેત્રીને MLA સાથે આંખ મળી જતાં પડી હતી પ્રેમમાં

નેતા અને અભિનેતા આ બે શબ્દોમાં ઘણી સમાનતા છે. જ્યાં કોઈ રાજકીય પરિવાર સાથે સંબંધ રાખનારા લોકો ફિલ્મોમાં જતા રહે છે. તો એવાં ઘણા એક્ટર કે એક્ટ્રેસ છે જે સ્ટાર્સ સફળતાનાં રથ પર સવાર થઈ પોલિટિક્સમાં આવી જાય છે. કંઈક એવી જ સ્ટોરી……

સાઉથની એક્ટ્રેસ અને રાજકારણની ખુરશી પર પોતાનો રસ્તો પસંદ કરનારી મહારાષ્ટ્રથી સાંસદ નવનીત કૌર રાણાની. જેનો આજે જન્મદિવસ છે. તો ચાલો જાણીએ તેની રસપ્રદ લવ સ્ટોરી અને રાજકીય સફર વિશે, કેવી રીતે તે એક જ નજરે ધારાસભ્યના પ્રેમમાં પડી ગઈ હતી.

વાસ્તવમાં, એક સમયે પંજાબી અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં એક્ટ્રેસ રહેલી નવનીત કૌરે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ 2014માં કરી હતી. જ્યાં તેણી NCPની ટિકિટ પર પહેલીવાર 2014માં લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. ત્યારબાદ 2019ની લોકસભાની ચૂંટણીમાં યુવા સ્વાભિમાન પાર્ટી તરફથી ચૂંટણી જીતીને તે સંસદસભ્ય બની હતી.

નવનીત કૌર શરૂઆતથી જ બાબા રામદેવ સાથે જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે બાબાની મોટી ચાહક હોવા ઉપરાંત તે તેમને તેના પિતાની જેમ માને છે. દરેક મોટા નિર્ણયોમાં રામદેવ બાબાની સંમતિ લે છે. નવનીતની તેના પતિ અને ધારાસભ્ય રહી ચૂકેલા રવિ રાણા સાથે મુલાકાત પણ આશ્રમમાં એક યોગ શિબિરમાં થઈ હતી. જ્યાં તે રવિ રાણાને દિલ આપી બેઠી હતી અને મિત્રતા પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં, આ સંબંધને આગળ વધારવા માટે સાંસદ નવનીતે બાબા રામદેવની પરવાનગી લીધી. જે બાદ તેમણે લગ્ન કરી લીધાં.

નવનીત કૌરે 2 ફેબ્રુઆરી, 2011ના રોજ અમરાવતી જિલ્લાના બાડનેરાથી અપક્ષ ધારાસભ્ય રવિ રાણા સાથે સમૂહ લગ્ન સમારોહમાં લગ્ન કર્યા. આ સમારોહમાં અનેક હસ્તીઓ હાજર રહી હતી. જેમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ, યોગગુરુ બાબા રામદેવ, સહારાના પ્રમુખ સુબ્રતો રોય અને ઘણા બધા શામેલ હતા.

જણાવી દઈએ કે નવનીત રાણા રાજકારણમાં જોડાતા પહેલા એક સફળ મોડેલ અને અભિનેત્રી હતી. તેમણે મોટે ભાગે સેંકડો તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. રાજકારણમાં આવ્યા પછી, અહીં પણ, તેની અલગ શૈલી માટે ચર્ચામાં રહે છે.

આમ નવનીત રાણા મૂળરૂપથી પંજાબની રહેવાસી છે, કારણ કે તેના માતાપિતા પંજાબી હતા.પિતા આર્મી ઓફિસર હતા, જ્યારે તેની માતા ગૃહિણી છે. જો કે હવે તેનો આખો પરિવાર મહારાષ્ટ્રમાં રહે છે.

નવનીત રાણાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેનું નાનપણથી જ અભિનેત્રી બનવાનું સપનું હતુ. જેના માટે તેણે 12 પાસ થયા પછી અભ્યાસ છોડી દીધો હતો. આ પછી, નવનીતે મોડેલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જોત જોતામાં તેને જાહેરાતમાં કામ મળવાનું શરૂ થયું. તે પછી તે એક સફળ મોડેલ અને અભિનેત્રી બની.

નવનીતે કન્નડ ફિલ્મ ‘દર્શન’ થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેલુગુ ફિલ્મ ચેતના, જગપથી, ગુડ બોય અને 2008માં ભુમામાં અભિનેત્રી તરીકે પણ કામ કર્યું હતું. તેણે રિયાલિટી શો હુમ્મા હુમ્મામાં પણ કંટેસ્ટંન્ટ તરીકે ભાગ લીધો છે.

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, સાંસદ નવનીત રાણા કૌર બીજેપીમાં જઈ શકે છે. નવનીત કૌર રાણા અને તેના પતિ રવિ રાણા વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

જણાવી દઈએકે, નવનીત કૌર રાણાની સાંસદની ચૂંટણીમાં બોલીવુડનાં ઘણા એક્ટરે પ્રચાર કર્યો હતો. એક પ્રોગ્રામ દરમ્યાન બોલીવુડ એક્ટર ગોવિંદા સાથે સાંસદ નવનીત કૌર રાણા.

નવનીત કૌર રાણા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે પોલીસમાં કેસ દાખલ કર્યો હતો. જે મુજબ ફેસબુક અને વોટ્સએપ પર તેની કેટલીક તસવીરોમાં ચેડાં કરવામાં આવ્યા અને કોઈની પરવાનગી લીધા વિના પોસ્ટ અને શેર કરાયા છે.

મહારાષ્ટ્ર સરકારના એક કાર્યક્રમ દરમિયાન સાંસદ નવનીત રાણા કૌર.