મલાઈકા અરારો આગવા અંદાજમાં નીકળી મુંબઈની ગલીઓમાં, ભર શિયાળે વળી જશે પરસેવો!

ઘણીવાર યોગા સેન્ટર અને જીમની બહાર સ્પોટ થતી અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) આજે પોતાના ઘરની બહાર મોર્નિગ વોક કરતી જોવા મળી હતી. તે સમયે તે ગ્રે કલરના ટ્રેક સૂટમાં સ્પોટ થઈ હતી. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં ચાહકોએ જોરદાર કમેન્ટ્સનો મારો પણ ચલાવ્યો હતો.

આજે મલાઈકા અરોરા પોતાના ડોગીની સાથે મોર્નિંગ વોક પર નિકળી હતી. શરૂઆતમાં તે બધુ ઠીક હતું પરંત થાડીવાર પછી તેનો ડોગીએ તેને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. કેમેરામાં તેની પરેશાનીઓ કેદ પણ થઈ ગઈ હતી.

ડોગીને ફરવા માટે નિકળી મલાઈકાર સ્ટ્રૈપને પકડીને ઘણીવાર ખેંચતી પણ જોવા મળી હતી. તે વારંવાર પેટને ગમે ત્યાં ભટકતાં સંભાળતી હતી અને તેનાથી કેટલી પરેશાન છે એ પણ સ્પષ્ટ જોવા મળતું હતું.

મલાઈકા અરોરા ફિટનેસને લઈને બહુ જ ચિંતિત છે અને પોતાના હેલ્થનું પુરેપુરુ ધ્યાન રાખે છે તે યોગા કરે છે અને એક્સરસાઈઝ કરવાનું ક્યારે પણ ભૂલતી નથી.

હાલમાં જ મલાઈકા ગોવામાં વેકેશનની મજા માણીને પરત ફરી છે તેણે નવું વર્ષ ગોવામાં જ મનાવ્યું હતું. અર્જૂન કપૂર પણ તેની સાથે જોવા મળ્યો હતો. અર્જુનની સાથે તસવીરો શેર કરીને તેણે ચાહકોન હેપ્પી ન્યુ યર વિશ કર્યું હતું.

ગોવામાં મલાઈકાએ સ્વિમિંગ પુલમાં બહુ જ બોલ્ડ તસવીરો ક્લિક કરાવી હતી. જેમાં તે દરેક વખતની જેમ બહુ જ ખૂબસુરત જોવા મળી હતી. આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.