પાર્ટીમાં મલાઈકાના શર્ટ પર તમામની નજર, કિંમત જાણીને કહેશો બાપ રે..!

અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફેશન સેંસ મામલામાં બીટાઉનની સૌથી ફેમસ પર્સનાલિટીમાંથી એક છે. પોતાની ફિટનેસ અને ફેશનના કારણે તે ઘણાં લોકોની રોલ મોડલ છે. હવે મલાઈકાએ પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તેણ ઓવરસાઈઝ શર્ટ પહેર્યો હતો.

મલાઈકાએ આ શીયર વ્હાઈટ શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો જેની પર લેખક-કવિ ચાર્લ્સ બુકોસ્કીની તસવીર બનેલી હતી. આ સાથે તેણે વ્હાઈટ બુટ્સ પહેર્યા હતાં. પોતાના કપડાંની સાથે મલાઈકાએ બ્રાઈટ ઓરેન્જ Gucci બેગ કેરી કરી હતી. મલાઈકાએ આ આઉટફિટને બહુ જ ગ્લેમરસ અંદાજ રૂજ કર્યો હતો. હવે વાત કરવામાં આવે મલાઈકાના આ શર્ટની કિંમત બ્રેંડના પ્રમાણે, 6500 રૂપિયા છે.

મલાઈકાએ આ ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ડાબુ બાજુ જુઓ, જમણી બાજુ જુઓ, સીધું જુઓ…બસ રોશનીને કેચ કરો @amuaroraofficial તમે પોતાની ફોટોગ્રાફી ગેમને ઉંચી કરી છે. જોકે, મલાઈકાના આ ફોટોને તેની બહેન અમૃતા અરોરાએ લખ્યું છે. તેના વખાણ કરતાં અને ફોટો ક્રેડિટ આપતાં મલાઈકાએ આ કેપ્શનમાં મેંશન કર્યું છે.

હાલમાં જ મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાના બર્થ-ડે પર ઘણી અનસીન તસવીરો પોસ્ટ કરી હતી. મલાઈકાએ અમૃતાની સાથે તસવીરો શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, હંમેશા તારી સાથે છું મારી નાની બહેન, તારી પર નજર રહે છે. આશા છે કે આપણે હંમેશા સાથે હસતાં, રડતા, લડતા, ખાતા, જમવાનું બનાવીશું, સાથે ફરીશું…બહુ સારો પ્રેમ…હેપ્પી બર્થ-ડે…@amuaroraofficial. અમૃતા અને મલાઈકા અરોરા ઘણીવાર એકબીજાની સાથે સમય સ્પેન્ડ કરતાં જોવા મળે છે. તે પોતાની તસવીરોને પોસ્ટ કરવાનું ભુલતી નથી.

અમૃતા અરોરાની બર્થ-ડે પાર્ટીમાં મલાઈકા અરોરા પણ પહોંચી હતી જોકે મહત્વની વાત એ છે કે, મલાઈકાની સાથે પ્રેમી અર્જૂન કપૂર પણ જોવા મળ્યો હતો જેની તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. બર્થ-ડે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.