પીઠમાં થઈ ખુજલી તો માણસે આ રીતે કર્યો JCBનો ઉપયોગ, જુઓ તસવીરો

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખોદકામ કરતા જેસીબી મશીનનો એક વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, એક વૃદ્ધ માણસ મોટા ખોદકામ કરતી અને ઇમારતોને તોડવા માટે વપરાતાં જેસીબી મશીનથી તેની પીઠમાં ખંજવાળતો જોવા મળી રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યાં છે.

41 સેકન્ડની એક ક્લિપ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ નિર્માણ સ્થળની વચ્ચે ઉભેલો જોવા મળી રહ્યો છે. તે કપડાથી પોતાની પીઠમાં ખંજવાળવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ તે પ્રભાવશાળી રીતે કામ કરતું જોવા મળી રહ્યુ છે.

પછી તે વ્યક્તિ JCBની પાસે જાય છે. અને તે બાદ તે ખોદકામ કરતા JCB તેની પીઠ ઉપર ખંજવાળવા લાગે છે. JCB ખોદકામ કરતાં વ્યક્તિ તે વ્યક્તિની પીઠને ખંજવાળે છે, જેનાથી તેને આરામ મળે છે.

વીડિયો બનાવતા વ્યક્તિને આ દરમ્યાન ખુલીને હસતા સાંભળી શકાય છે. દૈનિક જીવનમાં સામાન્ય રીતે આવું દ્રશ્ય જોવા મળતું નથી.

આશ્વર્યની વાત એ છેકે, આટલી ભારે ધાતુ તેને નુકસાન પહોંચાડવાની જગ્યાએ રાહત આપી રહ્યુ છે. પરંતુ વૃદ્ધ તેનો આનંદ લઈ રહ્યા છે. JCBનું સંચાલન કરતો વ્યક્તિ ફરીથી ખોદકામ કરવાનું શરૂ કરી દે છે.