આ માર્ચ મહિનો કેવો જશે? તમામ જાતકો માટે હોળી શુભ રહેશે કે અશુભ, આ તારીખોએ જરા બચીને રહેવું

અમદાવાદઃ વર્ષ 2020નો ત્રીજો મહિનો એટલે કે માર્ચમાં તમારા ગ્રહોની ચાલ કેવી રહેશે અને તમામ રાશિઓ પર કેવી અસર પડશે. માર્ચમાં તમારા માટે કયો દિવસ સારો ને કયો ખરાબ રહેશે, તે અંગે જ્યોતિષીય વિશ્લેષણ કરીશું.

મેષઃ રાશિનું આરંભિક ગ્રહગોચર સારી સફળતા અપાવશે. વૈભવ વિલાસમાં વધુ ખર્ચ થશે. મકાન તથા વાહનનો યોગ છે. યાત્રાનો લાભ મળશે. મહિનાના અંતિમ અઠવાડિયે ભાગદોડથી થાક લાગશે. વાહન દુર્ઘટનાથી બચીને રહેવું. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આંખોનું ધ્યાન રાખવું. 15-16 અશુભ તારીખો છે.

વૃષભ રાશિઃ તમારા માટે ગ્રહનું ગોચર આકસ્મિક ધન લાભનો યોગ બનાવે છે. અટકાયેલું ધન પરત આવશે. આ સમયે દેવું ના કરો. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર થતા બચો. કામ પૂરું કરીને સીધા ઘરે આવો. નોકરીમાં પદોન્નતિ તથા નવા રોલની પ્રાપ્તિના યોગ બને છે. માતા-પિતાની તબિયતનું ધ્યાન રાખો. પદનો સદુપયોગ કરો. 8-9 માર્ચ અશુભ છે.

મિથુનઃ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે સફળતા લઈને આવ્યું છે. રોજગારની દિશામાં કરવા આવેલો પ્રયાસ સાર્થક રહેશે. સંતાન સંબંધીત ચિંતામાંથી મુક્તિ મળશે. જો તમે વિદ્યાર્થી છો તો પરીક્ષામાં સફળતા મળશે. પ્રેમ સંબંધમાં પ્રગાઢતા આવશે. વિદેશ યાત્રા તથા વિદેશી નાગરિકતા સંબંધીત કોઈ યોજના હોય તો તેમાં આગળ વધો. 19-20 માર્ચ અશુભ રહેશે.

કર્કઃ કોર્ટ કચેરમાં સફળતા મળશે. શત્રુનો પરાજય થશે પરંતુ દેવાની જાળમાં ફસાઈ શકો તેવી પૂરી શક્યતા છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. લગ્ન સંબંધિત વાતો સફળ રહેશે. પરિવારમાં મતભેદ ના સર્જાય તેનું ધ્યાન રાખો. રોજિંદા વેપારમાં સારો લાભ મળશે. ભાગ્યોદસ થશે. 22-23 માર્ચ અશુભ રહેશે.

સિંહઃ મહિનાની શરૂઆતમાં લાભ મળશે. સ્પર્ધામાં સારી સફળતા મળશે. નવદંપતિ માટે સંતાન પ્રાપ્તિના યોગ છે. કાર્ય વેપારની દૃષ્ટિએ આ સમય સારો છે. આવકમાં વધારો થશે. રોમાન્સમાં સમય બરબાદ ના કરતા કામ પર ધ્યાન આપો. મકાન વાહનનો યોગ છે. 14-15 માર્ચ અશુભ છે.


તુલાઃ ગ્રહોમાં આવેલું પરિવર્તન તમને કાર્યની દૃષ્ટિએ લાભદાયી છે. અદમ્ય સાહસ તથા પરાક્રમના દમ પર મુશ્કેલ પરિસ્થિતિને પણ સામાન્ય બનાવીને સફળતા મેળવશો. પરિવારમાં મોટા સભ્યોની વચ્ચે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખો. શિક્ષણમાં સફળતા મળશે. વિવાહ સંબંધિત વાતમાં શુભ યોગ છે. વેપાર માટે આ મહિનો બેસ્ટ છે. 2 માર્ચ અશુભ રહેશે.

વૃશ્ચિકઃ ગ્રહોમાં આવેલું પરિવર્તન તણાવ આપશે પરંતુ તેની તુલનાએ સફળતા વધુ મળશે. પરિવારમાં ઝઘડો થશે. માતા-પિતાનું ધ્યાન રાખો. યાત્રા સમયે સામાન ચોરી ના થાય તેનું ધ્યાન રાખો. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં નોકરીની અરજી કરવાનો બેસ્ટ સમય છે. નોકરીમાં સ્થાન પરિવર્તન કે પ્રમોશન થશે. યોજનાઓ ગોપનીય રાખઓ. 4-5 માર્ચ અશુભ છે.

ધનઃ તમારી રાશિ પર શુભ ગ્રહગોચરનો પ્રભાવ સારો રહેશે. અટકાયેલું ધન પરત આવશે. એનર્જીમાં વધારો થશે. જે તમને નીચા પાડવાનો પ્રયાસ કરતા હતા, તે તમારી મદદ માટે આગળ આવશે. સાસરીયા સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. દાંપત્ય જીવનમાં કડવાશ ના આવે તેનું ધ્યાન રાખો. 24-25 માર્ચ અશુભ રહેશે.

મકરઃ વેપારમાં ઉન્નતિનો યોગ છે પરંતુ કોર્ટ કચેરીથી દૂર રહો. ઝઘડો અને ષડયંત્રથી બચીને રહો. વૈભવ વિલાસની વસ્તુઓ પર ખર્ચ થશે. સામાજિક જવાબદારી વધશે. માતા-પિતાનું ધ્યાન રાખો. 8-9 માર્ચ અશુભ છે, સાવધાની રાખવી.

કુંભઃ સાહસી નિર્ણય લેવામાં સફળ બનશો, જેના પરિણામો લાંબા ગાળે જોવા મળશે. સંતાન પ્રાપ્તિના યોગ છે. રોમાન્સમાં નિરાશા મળશે. કામ પર ધ્યાન આપશો. 19-20 માર્ચ અશુભ રહેશે.

મીનઃ સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ બની શકે છે પરંતુ વેપારમાં પ્રગતિ થશે. તમે લીધેલા નિર્ણયોની પ્રશંસા કરવામાં આવશે. ગ્રહોની સ્થિતિ અંતિમ અઠવાડિયે સ્ટ્રોંગ બને છે. રણનીતિઓને ગુપ્ત રાખો. 12-13 માર્ચ અશુભ રહેશે.