શિક્ષકે એન્જીનિયર લાડલા પુત્રના લગ્ન વગર દહેજે કર્યાં, મહેમાનોને જોઈને લાગી નવાઈ

સીકરઃ રાજસ્થાનના સીકર જિલ્લાના રોલસાબસર ગામની સરકારી સ્કૂલના એક શિક્ષકે દીકરાના લગ્નમાં અનોખી પહેલ કરી છે. શિક્ષકે પહેલાં તો સોફ્ટવેર એન્જીનિયર દીકરાના લગ્ન વગર દહેજે કર્યાં અને પછી વહુને દીકરી માની લગ્નની ગિફ્ટ તરીકે કાર આપી છે.

સીકરના ફતેહપુરના શેખાવાટીના ઢાંઢણ ગામ નિવાસી વિદ્યાધર ભાસ્કર રોલસાહબસરની રાજકીય બાલિકા ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં વરિષ્ઠ શિક્ષક છે. વિદ્યાધર ભાસ્કરે 4 ફેબ્રુઆરી 2020એ પોતાના સોફ્ટવેર એન્જીનિયર દીકરા ભાસ્કર રામના લગ્ન ફતેહપુરના રામગઢ ગુદડવાસના સેવાનિવૃત સૂબેદાર રાજપાલ જાખડની દીકરી નિલમ જાખડ સાથે કર્યાં હતાં. નિલમ જયપુરની સુબોધ કૉલેજથી Msc કરી રહી છે.

ભાસ્કર રામ અને નીલમના લગ્ન ધૂમધામથી થયાં છે. વિદ્યાધર ભાસ્કરે દીકરાના લગ્નમાં દહેજ નહીં લઈ સમાજને સારો સંદેશ આપ્યો છે. જેના આગલા દિવસે પાંચ ફ્રેબુઆરીએ ગામ ઢાંઢણમાં વહુની મુંહ દિખાઈ રસમમાં હ્યુન્ડાઈ કાર ગિફ્ટ આપી હતી. વિદ્યાધર ભાસ્કરના આ નિર્ણયની સમાજમાં અને આખા જિલ્લામાં ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.

શિક્ષક વિદ્યાધર ભાસ્કરે જણાવ્યું કે, ‘સોફ્ટવેર એન્જીનિયર દીકરાના સંબંધ જોવાનું શરૂ કર્યું ત્યારથી ઘણાં સંબંધની વાત આવતી હતે. કોઈ દહેજમાં કાર તો કોઈ પ્લોટ આપવાનું કહેતું હતું. રોકડા રૂપિયા પણ આપવા માગતા હતા, પણ મેં નક્કી કરી લીધું હતું કે દેવભાષા સંસ્કૃત અને શાસ્ત્રોમાંથી દહેજ અંગે શિક્ષા લીધી છેે. તેને ખુદ પોતાના જીવનમાં ઉતારી તથા પોતાના દિકરાના વગર દહેજે લગ્ન કરીશ.’

સીકરના ઢાંઢણ ગામના પૂર્વ સરપંચ જગદીશ શર્માએ કહ્યું કે, ‘શિક્ષક વિદ્યાધર ભાસ્કર દ્વારા પુત્રવધુને દીકરી માની કાર ગિફ્ટ આપવાની પહેલથી દીકરા અને દીકરીઓ સમાચ પ્રત્યેનો વિચાર બદલ્યો છે. આ ઉપરાંત દહેજ અંગેની બાબતોમાં પણ ઘટાડો થશે.’

સસરા દ્વારા લગ્નમાં દહેજ ન લઈ અને પછી મને દીકરી સમજીને કાર ગિફ્ટ આપવાથી હું ખુશ છું. આજે જ્યાં દીકરીને દહેજમાં કાર આપવામાં આવે છે, તો સસરા દ્વારા વહુને કાર આપવી અનોખી પહેલ છે. મને એવું લાગી રહ્યું છે કે, લગ્ન પછી પણ હું પીયરમાં છું. મને બે માતા-પિતાના આર્શીવાદ મળ્યા છે.’

બાલાજી શિક્ષણ સંસ્થાન નાગરદાસના નિર્દેશક તારાચંદ મીલ અને દિનેશ પારીક કહે છે કે, શિક્ષણલ સમાનનો અરીસો હોય છે. આજે ભલે સસરા દ્વારા પુત્રવધુને કાર ગિફ્ટ આપવાની વાત વિચિત્ર લાગતી હોય પરંતું, જ્યારે આ પરંપરાનું રૂપ ધારણ કરશે તો સમાજમાં દહેજ રૂપી દાનનો સંપૂર્ણ અંત થશે. શિક્ષક વિદ્યાધર ભાસ્કરની આ પહેલ દરેક લોકો માટે પ્રેરણાદાયી છે.