પ્રિન્સિપાલ માતા-પિતાએ પહેલાં દીકરીઓનું મુંડન કર્યું ને પછી વધેરી નાખી..!

એક તરફ, આ ડિજિટલ યુગમાં, ભારત દરરોજ વિજ્ઞાન અને નવા-નવા ક્ષેત્રમાં સફળતાની સીડી પર ચડી રહ્યો છે. બીજી તરફ લોકો અંધશ્રદ્ધાથી દૂર રહેવાને બદલે હજી તેમાં ફસાઈ રહ્યા છે. આવી જ એક વિચિત્ર ઘટના આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાંથી બહાર આવી છે, જેના વિશે જાણીને કે તમે વિચારશો કે આપણે કયા યુગમાં જીવીએ છીએ. જ્યાં એક માતાપિતાએ તેની બે યુવાન પુત્રીની હત્યા કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે માતાપિતા બંને સારી રીતે શિક્ષિત છે, છતાં તેઓએ અંધશ્રદ્ધાના વર્તુળમાં આવીને આ ઘટનાને અંજામ આપ્યો છે.

હકીકતમાં, આ આશ્ચર્યજનક ઘટના ચિત્તૂર જિલ્લાના મદનાપલ્લે શહેરમાં રવિવારે રાત્રે બની હતી. પોલીસે આ મૃત યુવતીઓની ઓળખ અલેખ્યા (27 વર્ષ) અને સાંઇ દિવ્યા (22) તરીકે કરી હતી. તો હત્યા કરનારાની ઓળખ પિતા વી. પુરુષોત્તમ નાયડૂ અને માતા પદ્મજાનાં રૂપમાં થઈ છે. માતા-પિતાએ તેમની આ બંને પુત્રીઓની એવી આશામાં હત્યા કરી હતી કે કલિયુગ સતયુગમાં ફેરવાશે અને થોડા કલાકોમાં દૈવી શક્તિથી બંને પુત્રીઓ જીવંત થઈ જશે.

જણાવી દઈએ કે, બંને માતા-પિતા કે જેમણે પુત્રીઓની હત્યા કરી છે તે સારી રીતે ભણેલાં છે. વી. પુરુષોત્તમ નાયડુ (એમ.એસ.સી., પી.એચ.ડી.) મદનપલ્લીની સરકારી મહિલા ડિગ્રી કોલેજમાં એસોસિએટ પ્રોફેસરની સાથે કોલેજમાં પ્રિન્સિપલ છે, જ્યારે તેમની પત્ની અનુસ્નાતક અને સુવર્ણચંદ્રક વિજેતા છે, તે સ્થાનિક ખાનગી શાળામાં આચાર્ય છે.

પદ્મજા અને પુરુષોત્તમ નાયડુની મોટી પુત્રી અખેલ્યાએ ભોપાલથી માસ્ટર ડિગ્રી લીધી છે, જ્યારે નાની છોકરી સાઇ દિવ્યાએ બીબીએ કર્યું હતું. તે હાલમાં મુંબઈની એઆર રહેમાન મ્યુઝિક સ્કૂલની વિદ્યાર્થીની હતી. જ્યારે કોરોના વાયરસને કારણે લાદેલાં લોકડાઉન બાદ બંને પુત્રીઓ તેમના માતાપિતા સાથે રહેતી હતી.

પોલીસે પતિ-પત્નીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. તો, ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે અને આસપાસમાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજ દ્વારા તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ હત્યામાં દંપતી સિવાય અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહિ.

આસપાસના લોકોએ જણાવ્યું કે, કોરોના સમયગાળા દરમિયાન આ પરિવાર વિચિત્ર હરકતો કરતું હતુ. પૂજા તંત્ર- મંત્ર અભ્યાસ વગેરે. રવિવારે મોડી રાત્રે બંને પુત્રીની ચીસો પાડવાનો અવાજ આવ્યો હતો. જ્યારે અમે પૂછ્યું ત્યારે કોઈએ જવાબ આપ્યો નહીં.