પાટીદાર કપલનું કાબિલેદાદ કામ, એવી રીતે લગ્ન કર્યા કે લોકો કરી છે બે મોંઢે વખાણ

મોરબીના પાટીદાર સમાજ દ્વારા સમાજને નવો રાહ ચીંધવા ભભકેદાર લગ્નસમારોહ યોજવાને બદલે સાદગીપૂર્ણ રીતે ઘડિયાલગ્ન કરવાની પરંપરામાં અમોઘ અને જાનકી નામના વધુ એક દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. મોરબી પટેલ સમાજ વાડી ખાતે વિડજા પરિવારની દીકરી અને સાણંદિયા પરિવારના દીકરાની સગાઈ પ્રસંગે ઘડીયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

લગ્નમાં બિન જરૂરી ખર્ચ અટકાવવા પહેલ
હાલ સમાજ માં દેખાદેખી અને સમાજમાં પોતાનો મોભો દેખાડવા લગ્નમાં મોટા પાયે બિન જરૂરી ખર્ચ થતા હોય છે.જો કે મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનોએ આવા બિન જરૂરી ખર્ચ અટકાવવા ઘડિયા લગ્ન લેવા અંગેની પહેલ કરી છે અને તેમનું જોઇને સમાજના અનેક લોકો આ રીતે લગ્ન કરાવવા સહમત થયા છે. આગેવાનો બન્ને પક્ષના લોકોને રાજી કરી ઘડિયા લગ્ન લેવડાવી રહ્યા છે ત્યારે મોરબીમાં વધુ એક યુગલે આ રીતે ઘડિયા લગ્ન પસંદ કર્યા હતા.

સગાઈ પ્રસંગે જ બંને વેવાઈ પક્ષે ઘડીયા લગ્નનું આયોજન કર્યું
શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે સગાઈ પ્રસંગે જ બંને વેવાઈ પક્ષે ઘડીયા લગ્નનું આયોજન કર્યું હતું. જુના ઘાટીલા ગામના ભરતભાઈ ગોવિંદભાઇ વિડજાની સુપુત્રી ચી.જાનકી અને બગથળાના રહેવાસી સ્વ. સંજયભાઈ સુંદરજીભાઈ સાણંદિયા બગથળાના સુપુત્ર ચી. અમોઘની સગાઈ પ્રસંગે બને પક્ષની સહમતી અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૂર્તિયાની હાજરીમાં આ ઘડીયા લગ્ન લેવાયા હતા.

પૂર્વ ધારાસભ્યે નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા
મોરબીની પટેલ સમાજ વાડી ખાતે વિડજા પરિવારની દીકરી અને સાણંદિયા પરિવારના દીકરાની સગાઈ પ્રસંગે જ ઘડીયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ હાજર રહી લગ્નના સાક્ષી બની નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા.

ઘડિયા લગ્ન યોજવા પ્રેરણારૂપ બન્યા
આજના આ યુગમાં લોકો ખોટા ખર્ચા બચે અને સાદાઈથી લગ્ન કરે તેવી પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી અપીલને વિડજા અને સાણંદિયા પરિવાર દ્વારા અપનાવી સમાજના અન્ય પરિવારોને પણ સાદગીભર્યા માહોલમાં ઘડિયા લગ્ન યોજવા પ્રેરણારૂપ બન્યા હતા.