ન્યૂયોર્કમાં એકસાથે ઢગલાબંધ લાશોને દફનાવાઈ, તસવીરો જોઈને છૂટી જશે કંપારી

સમગ્ર દુનિયામાં હાલ અમેરિકા પર સૌથી વધુ કોરોનાની અસર જોવા મળી રહી છે. અમેરિકામાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં એટલા લોકોનાં મૃત્યુ થઇ ગયા છે કે લાશને દફનાવવા માટે જગ્યા નથી મળી રહી. અહીં લોકોને દફનાવવા માટે કબ્રસ્તાનમાં જગ્યા ઓછી પડી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂયોર્ક સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંથી એક બની ગયું છે. હાલમાં જ કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જે ખુબ જ ભયાનક અને ખતરનાક છે. ન્યૂયોર્કમાં નવા કબ્રસ્તાન બનાવવામાં આવી રહ્યાં છે જેથી કોરોના વાયરસથી સંક્રમિત લોકોને દફનાવી શકાય.

ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે ન્યૂયોર્કના હાર્ટ આઇલેન્ડ પર એક સામુહિક કબ્ર બનાવવામાં આવી છે. જ્યાં લોકોને દફનાવવામાં આવી શકે. જાણકારી પ્રમાણે અહીં એ લોકોને દફનાવવામાં આવે છે જે લાવારિસ મળે છે અથવા તેના પરિવારજનો ફ્યુનરલનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. પરંતુ કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધવાથી મૃતદેહોની સંખ્યામાં સતત વધારો થઇ હ્યો છે. ડેઇલી ન્યૂઝનું કહેવું છે કે પહેલા સપ્તાહમાં એક દિવસ લાશ દફનાવવામાં આવતી હતી પરંતુ હવે 5 દિવસ સુધી સતત લાશ દફનાવવામાં આવી રહી છે.

ડ્રોન કેમેરાથી મળેલા ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે તમામ લાશને એક સાથે દફનાવવામાં આવી રહી છે. આ તસવીરો એટલી વિચલીત કરનારી છે કે કોઇપણની ચિંતા વધારી શકે છે. કોરોના વાયરસ મહામારીથી શહેરમાં મૃતકોની સંખ્યા સતત વધતી રહી છે. જેના કારણે લોકોમાં ડરની લાગણી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે દ્વિપ પર દફનાવવા માટે મૃતકોના પાર્થિવ શરીરને થેલીઓમાં બંધ કરવામાં આવે છે અને તાબુતમાં રાખવામાં આવે છે. પ્રત્યેક તાબુત પર મૃતકનું નામ મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું છે. જેથી જરૂર પડ્યે કોઇપણ મૃતકના શરીરને ફરી શોધવામાં મદદ મળે. મશીનોથી ખોદવામાં આવેલી લાંબા અને સાંકળા ખાડામાં ગાડીઓની મદદથી મૃતદેહો દફનાવવામાં આવી રહ્યાં છે.

તસવીરોમાં દેખાઇ રહ્યું છે કે કબર ખોદવાનું કામ ચાલી રહ્યું છે. અહીં સેફ સૂટ પહેરેલા શ્રમિક મૃતક લોકોને તાબુતોમાં દફનાવી રહ્યાં છે. સામાન્ય રીતે ઓછા વેતનવાળા રીકર્સ આઇલેન્ડ પર જેલના કેદી મૃતદેહોને દફનાવવાનું કામ કરી રહ્યાં હતા પરંતુ કોરોના વાયરસના કેસ વધતા બીજા શ્રમિકોને લાવવામાં આવ્યા છે.

ગુરુવારે અધિકારીઓએ જણાવ્યું કે તેમની પાસે શહેરને કબ્રસ્તાનમાં કોરોના વાયરસના દર્દીઓને દફનાવવા સિવાય કોઇ ઉકેલ નથી. કારણ કે કોરોના વાયરસથી મૃતકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

યોર્ક સિટીએ હાલમાં જ પોલીસી ચેન્જ કરી છે. નવી પોલીસ પ્રમાણે મેડિકલ પરિક્ષક/મેડિકલ એક્ઝામિનર માત્ર મૃતદેહોને 14 દિવસ માટે જ સ્ટોરેજમાં રાખી શકે છે. ત્યારબાદ તેને હાર્ટ આઇલેન્ડમાં દફનાવી દેવામાં આવશે. તો હોસ્પિટલોમાં લાશ રાખવા માટે પણ હવે જગ્યા બચી નથી. તેને બહાર રેફ્રિઝરેટેડ ટ્રકમાં રાખવામાં આવી રહી છે.

રિકર્સ દ્વિપના કેદીને સામાન્ય રીતે હાર્ટ દ્વિપ પર કબર ખોદવા માટે લાવવામાં આવે છે. પરંતુ સુધાર વિભાગે એ મજૂરોને કોરોના પ્રકોરનું કારણ આપી હટાવી દીધી છે. DOC (Department of Corrections )ના પ્રેસ સચિવ જેસન કર્સ્ટને ડેઇલી મેઇલને જણાવ્યું કે સામાજિક સુરક્ષા અને સુરક્ષાના કારણોથી હિરાસતમાં લેવામાં આવેલા શહેરના લોકો મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને દફનાવવામાં મદદ કરી રહ્યાં નથી. હવે કોન્ટ્રાક્ટ મજુર DOC અંતર્ગત આ કાર્ય કરશે.