લોકડાઉનમાં આ દેશના લોકોએ જોયું સૌથી વધુ પોર્ન, જાણો લેટેસ્ટ આંકડા

કોરોના વાયરસના સંક્રમણને આખી દુનિયાના મોટાભાગના દેશોમાં અત્યારે લોકડાઉન છે. ભારતમાં 21 દિવસનું લોકડાઉન છે. આ દરમિયાન મોટાભાગના લોકો આખો દિવસ ઘરમાં જ કેદ હોય છે અને મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે, અથવા ઘરમાં બીજા કોઇ કામમાં સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન મોટાભાગના લોકો કેવી રીતે પોતાનો સમય પસાર કરી રહ્યો છે, તેનો એક આંકડો સામે આવ્યો છે, જે જોઇને ચોક્કસથી તમે ચોંકી જશે.

દેશમાં લોકડાઉન દરમિયાન મોટાભાગના લોકો પોર્ન પર ઘણો વધારે સમય પસાર કરી રહ્યા છે. આવું અમે નથી કહેતા, સૌથી મોટી પોર્ન વેબસાઇટ પોર્ન હબના આંકડા આ વાતની પુષ્ટિ કરે છે. આમ તો આખી દુનિયામાં પોર્ન જોતા લોકોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ ભારત અત્યારે પહેલા નંબરે આવી ગયું છે.

પોર્ન હબના તાજેતરના આંકડા અનુસાર, ત્રણ અઠવાડિયાંના લોકડાઉનના સમયમાં ભારતમાં એડલ્ડ સાઇટ્સ પર જતા લોકોના ટ્રાફિકમાં 95% ટકાનો વધારો થયો છે. આંકડા અનુસાર ભારતમાં માર્ચના અંતમાં આધિકારિક પ્રતિબંધો શરૂ થયા એ પહેલાં જ પોર્ન કંન્ટેન્ટ જોનારામાં 20% ટકાનો વધારો થયો છે. ઉલ્લેખન્નિય છે કે, ભારત સૌથી ઝડપી વિકસી રહેલ સ્માર્ટફોન માર્કેટ છે, જેનાથી લોકો પોર્ન કંન્ટેન્ટ સુધી સરળતાથી મેળવી શકે છે.

લોકડાઉનના કારણે ભારત, ફ્રાન્સ, જર્મની, ઈટલી, રૂસ, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ અને અમેરિકામાં પણ પોર્ન વેબસાઇટોના ટ્રાફિકમાં જબરદસ્ત ઉછાળો થયો છે.

પોર્નહબના આંકડા અનુસાર, 17 માર્ચે ફ્રાન્સમાં લોકડાઉન શરૂ થતાં પહેલાં પોર્ન કંટેન્ટમાં 40 ટકાનો ઉછાળો આવ્યો. આવું કઈંક જર્મનીમાં પણ છે. અહીં 22 માઅર્ચે લોકડાઉન શરૂ થતાં પહેલાં એડલ્ટ સાઇટ્સના ટ્રાફિકમાં 25 ટકાનો વધરો થયો છે.

પોર્ન જોવાની બાબતમાં ઈટલી અન્ય દેશોની સરખામણીમાં પાછળ નથી. અહીં 9 માર્ચે લોકડાઉન શરૂ થયું હતું અને આ દરમિયાન ત્યાં એડલ્ટ કંન્ટેન્ટ જોનારા લોકોની સંખ્યામાં 55 ટકાનો વધારો થયો છે.

રૂસમાં વહિવટીતંત્રએ 30 માર્ચે લોકડાઉન જાહેર કર્યું હતું, જ્યારે 25 માર્ચે જ બધાં જ સિનેમા, નાઇટ ક્લબ બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ રૂસમાં એડલ્ટ સાઇટ્સ વેબ પર ટ્રાફિકમાં 56 ટકાનો વધારો થયો છે.