મધદરિયે 2 બાળકો સાથે 4 દિવસ સુધી તરતી રહી મા, જાણીને નવાઈ લાગશે

એક માતા બાળકો માટે દરેક પ્રકારની હદ પાર કરી નાખે છે. આવો જ એક કિસ્સો અમેરિકાથી સામે આવ્યો છે. અહીં ગત 3 સપ્ટેમ્બરે વેનુજુએલાથી લા ટૉર્ટુગા જવા માટે એક શિપ નીકળ્યું હતું. જેમાં 9 લોકો સવાર હતાં. જેમાં મૈરિલી ચાકોન નામની એક 40 વર્ષની મહિલા, તેનો પતિ અને બે બાળકો પણ સામેલ હતાં. ઉલ્લેખનીય છે કે, તેમને 6 વર્ષનો એક દીકરો અને 2 વર્ષની એક દીકરી હતી. આ ઉપરાંત 25 વર્ષની નૈની વેરોનિકા પણ શિપમાં સામેલ હતી.

આ દરમિયાન કેરેબિયન વિસ્તારમાં તેમની સાથે એક ડરામણી અને ભયાનક દુર્ઘટના થઈ હતી. તેમનું શિપ તૂટીને ડૂબી ગયું હતું. પણ શિપનો થોડોક ભાગ અને એક ફ્રિઝ દરિયામાં તરતું હતું. આ દુર્ઘટનામાં મૈરિલી અને તેમના બે બાળકો અને નૈની બચી ગયા હતાં. જે 4 દિવસ સુધી બચેલા સામાનના સહારે તરી રહ્યા હતાં. મા પોતાના બાળકોને ગુમાવવા માંગતી નહોતી. એટલે તેમણે મુશ્કેલીનો સામનો કર્યો હતો.

જીવતા રહેવા માટે મા ખુદનું યૂરિન પીતી રહી હતી. જેને લીધે તેના શરીરમાં પાણી ઓછું થાય નહીં અને પોતાના બાળકોને સ્તનપાન કરાવી શકે. પણ 4 દિવસ પછી જ્યારે રેસ્ક્યૂ ટીમ પહોંચી ત્યાં સુધી માનો જીવ જતો રહ્યો હતો પણ તેમના બાળકો અને નૈની જીવતા હતા. પણ તેમની હાલત ખૂબ જ ખરાબ હતી.

રેસ્ક્યૂ ટીમ મુજબ, તેમના પહોંચ્યાના થોડાંક કલાક પહેલાં જ માનો જીવ જતો રહ્યો હતો. જ્યારે ભીષણ ગરમીને લીધે બાળકો અને તેમની નૈનીને ડિહાઇડ્રેશન થઈ ગયું હતું અને તેમનું શરીર પણ તડકાને લીધે દાઝી ગયું હતું.

25 વર્ષની વેરોનિકા ખુદને બચાવવા માટે ફ્રિઝની અંદર જતી રહી હતી. જેને લીધે તેનો જીવ બચી ગયો હતો. બાકી બંને બાળકો પોતાની મરી ગયેલી માને વળગેલાં હતાં. રેસ્ક્યૂ ટીમે જણાવ્યું કે, હજુ પણ 5 લોકો લાપતા છે તેમના વિશે કોઈ માહિતી મળી નથી.