યુવતીએ મંદિરમાં ‘સેકન્ડ હેન્ડ જવાની…’ ગીત પર ડાન્સ કરીને વીડિયો ઉતાર્યો, હબોળો મચી ગયો

ઘણા લોકો પબ્લિસિટીની લ્હાયમાં શરમજનક હરકત કરતાં પણ અચકાતા નથી હોતા. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ યુટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામનો વીડિયો બનાવવા માટે ભગવાનના મંદિરમાં અશ્લીસ સોંગ પર કપડાં ઉંચા કરીને વીડિયો શૂટ કરાવ્યો હતો. બીજી તરફ વીડિયો વાઈરલ થતાં જ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકોએ આ યુવતી વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ વીડિયો મધ્યપ્રદેશના સાગર નજીક છતરપુરથી સામે આવ્યો છે. અહીં એક યુવતીએ મંદિર પરિસરમાં સેકન્ડ હેન્ડ જવાની…. ગીત પર ડાન્સ કર્યો છે. વીડિયો છતરપુરના જનરાય ટોરિયા મંદિરનો હોવાનું જણાવવામાં આવે છે. વીડિયો સામે આવ્યા બાદ હવે તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. હિંદુવાદી સંગઠનોથી લઈને સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ ફુંકાયો છે. ત્યારે મંદિરના મહંતે કહ્યું કે યુવતી વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આવી હરકતોને લઈને મંદિર, મઠ અને આશ્રમને બદનામ ન કરો.

વીડિયો ડાન્સ કરનારી યુવતી છતરપુરની રહેવાસી છે અને તેનું નામ આરતી સાહૂ છે. આરતી પોતાના વીડિયો યૂટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકતી રહે છે. યૂટ્યુબ પર તેમના 25 લાખ ફોલોઅર્સ છે, પરંતુ તેમના આ ડાન્સ પર બજરંગ દળ સહિત અનેક સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે થોડાં રૂપિયા અને ફેમસ થવા માટે આવી હરકત કરવામાં આવી છે. તો આરતીએ ફોન પર વાતચીતમાં કહ્યું કે તેના ડાંસમાં કોઈ જ અશ્લીલ હરકતો નથી. તે સંપૂર્ણ સભ્યતા સાથે ફુલ ડ્રેસમાં હતી અને જે કંઈ કર્યું તે કંઈ જ અશ્લીલ નથી.

આ અંગે છતરપુરમાં બજરંગ દળના વિભાગ સહ સંયોજક સૌરભ ખરેનું કહેવું છે કે આરતી જેવી યુવતીઓ સમાજને ગંદો કરે છે. હિંદુ સંસ્કૃતિને બદનામ કરનારા આવા લોકોને સમાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી. અમારું સંગઠન આવા લોકોનો કડક શબ્દોમાં વિરોધ કરે છે.

જ્યારે જનકરાય ટોરિયા મંદિરના મહંત ભગવાનદાસનું કહેવું છે કે તેને મંદિરના ગેટ પર ડાન્સની કોઈ જ જાણકારી નથી, કેમકે તેઓ સાગર સ્થિત મંદિરમાં હતા. આ વીડિયો ક્યારે બન્યો તે અંગે કોઈ જ જાણકારી નથી, પરંતુ વીડિયો બન્યો તે ખોટું છે. હું તેનો વિરોધ કરું છું. આ રીતે ડાન્સ કરીને પોતાની ઈચ્છા પૂરી કરનારા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. મઠ, મંદિર અને આશ્રમને બદનામ ન કરવા જોઈએ.