પૈસાદાર યુવકોને ફસાવીને લગ્ન કરે છે સ્વરૂપવાન દુલ્હનો, મોજ કરીને ખિસ્સા કરી નાખશે ખાલી

ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખૂબ જ સ્વરૂપવાન બે લૂંટેરી દુલ્હનોએ કાપડના બે વેપારી ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના માંડ હજી બે મહિના જ થયા હતા કે બંને દુલ્હનો 7 લાખ રોકડા અને 8 લાખ રૂપિયાના ઘરેણાં લઈને રફુચક્કર થઈ ગઈ હતી. એટલું જ નહીં લગ્ન બાદ વરરાજાના પિતાનું પણ હાર્ટ-અટેકથી મોત થયું હતું.

ગ્વાલિયરમાં રહેતા કાપડના બે વેપારી ભાઈઓએ બંને યુવતીઓ, તેના ભાઈ અને લગ્ન કરાવનાર સહિત 6 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લગ્ન સમયે યુવતીઓએ જણાવ્યું હતું કે તેમના માતા-પિતાનું નિધન થયું છે. લગ્ન કરાવવાના નામે 7 લાખ રૂપિયા પણ લીધા હતા. પોલીસમાં તપાસમાં ખૂલ્યું છે કે એક દુલ્હનને પહેલાંથી એક દીકરો છે. ઈન્દોરમાં બંને સામે છેતરપિંડીનો એક કેસ પહેલાંથી નોંધાયેલો છે.

નાગેન્દ્ર જૈન નામના કાપના વેપારીએ ડિસેમ્બર 2020માં તેમના નાના ભાઈઓ દીપક જૈન અને સુમિત જૈનના લગ્ન ઉજ્જૈન રહેતી નંદની મિત્તલ અને રિંક મિત્તલ સાથે કરાવ્યા હતા. આ લગ્ન બંને યુવતીઓના ભાઈ સંદીપ મિત્તલની હાજરીમાં થયા હતા. આ લગ્ન બાબુલાલ જૈન નામના વ્યક્તિએ નક્કી કરાવ્યા હતા. લગ્ન પછી નંદની અને રિંકી અંદાજે 15 દિવસ સાસરિયામાં રહી હતી, પછી બંને પિયર ચાલી ગઈ હતી.

ત્યાર પછી 9 જાન્યુઆરી, 2021ના રોજ પોતાના કથિત ભાઈઓ સંદીપ મિત્તલ અને આકાશ મિત્તલ સાથે આવી હતી. થોડો સમય માટે સસરાના રૂમમાં કંઈક વાત કરી અને ત્યાર પછી તેના સસરાને હાર્ટ અટેક આવી ગયો હતો. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. સસરાના બારમા વખતે બંને યુવતીઓ તબિયત ખરાબ હોવાનું બહાન કાઢીને ઘર છોડીને ચાલી ગઈ હતી.

થોડાક દિવસ પછી બંને દુલ્હનો પરત ન ફરતા આખી ઘટના સામે આવી હતી. પરિવારજનોને શંકા જતાં રૂમની તલાશી લીધી તો ખબર પડી કે બંને બહેનો તમામ 8 લાખના ઘરેણા અને 7 લાખ રૂપિયા રોકડા લઈને છુમંતર થઈ ગઈ છે.

અનેક વખત બોલાવવા છતાં ન આવતાં તો બંનેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા તો ખબર પડી કે બંને પહેલાંથી જ પરિણીત છે. નંદની નામની યુવતીનો તો એક દીકરો પણ છે. નંદનીનું ફેસબુક આઈડી નંદની પ્રજાપતિ ઔર ટીના યાદવ નામથી છે. જ્યારે રિંકી મિત્તલનું ફેસબૂક આઈડી રિંકી પ્રજાપિતના નામથી છે. બંનના કથિત ભાઈઓના આઈડી પણ અલગ નામથી છે. પોલીસમાં તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે બંને યુવતીઓ સામે ઉજૈનમાં પણ અન્ય એક વરરાજાને દગો આપવાનો એક કેસ ચાલી રહ્યો છે.

પીડિત વેપારીએ જણાવ્યું હતું કે આ લગ્ન ઈન્દોરના બાબુલાલ જૈને કરાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે 2012માં તોફાન આવતાં નંદની અને રિંકીના પિતાનું મોત નિપજ્યું હતું અને પરિવાર ગરીબ છે. એટલા માટે બંને તરફના લગ્નનો ખર્ચો ઉઠાવી તેમને 7 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. પોલીસે કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.