આ બિઝનેસ કરીને 37 વર્ષની વયે સફળતાના શિખરે પહોંચ્યો આ વ્યક્તિ

ઈન્દોર, મધ્ય પ્રદેશઃ એવું કહેવાય છે કે, જ્યારે સમય બદલાય છે ત્યારે તેની પાછળ માત્ર ભાગ્ય નથી હોતું. પરંતુ સાથે દિવસ-રાતની મહેનત પણ હોય છે. ત્યારે જ તે વ્યક્તિ કરોડો લોકો માટે આદર્શ બને છે. આવી જ કહાણી છે ઈન્દોરના 37 વર્ષીય ઉદ્યોગપતિ મનિષ ડબકરાની. જે આઈઆઈએફએલ હુરુનની લિસ્ટમાં ધનિકોની યાદીમાં 41માં ક્રમે છે. મનિષે 6 મહિનામાં એવી કમાલ કરી કે તે 1300 કરોડની નેટવર્થનો માલિક બની ગયો.

ઈન્દોરના ઉદ્યોગપતિ મનિષ ડબકરા આ વર્ષે ધનિકોની યાદીમાં 861માં ક્રમે છે. કારણ કે તેમની કંપની એન્કિંગ ઈન્ટરનેશનલ ઈકેઆઈ એનર્જી સર્વિસિસ સતત ફાયદામાં ચાલી રહી છે. જેણે આ વખતે બીએસઈ લિસ્ટિંગમાં કુદકો લગાવ્યો છે. મનિષની કંપની કાર્બન ક્રેડિટની સર્વિસ આપે છે. તેમની કંપની આ વર્ષે એપ્રિલમાં 102 રૂપિયા પ્રતિ શેરના હિસાબે બીએસઈમાં લિસ્ટિંગ થઈ હતી.

આજના સમયે તેમના શેરની કિંમત 3200 રૂપિયાએ પહોંચી છે. 6 મહિના અગાઉ કંપનીની નેટવર્થ 80 કરોડ હતી અને આજના સમયમાં તે નેટવર્થ 1300 કરોડ રૂપિયા પાર પહોંચી છે. મનિષની કંપનીના શેરની કિંમત વધતા મનિષને પોતાને તો લાભ થયો છે અને સાથે જ મ્યુનિ.ને પણ કરોડોનો લાભ થયો છે.

મનિષની કંપનીને કારણે મ્યુનિ.ની કાર્બન ક્રેડિટ ઈન્ટરનેશનલ માર્કેટમાં 8 કરોડમાં વેચાઈ હતી. આ ઘટના 75 વર્ષમાં પ્રથમવાર બની છે. મનિષ મૂળ તો મધ્ય પ્રદેશના મહૂના રહેવાસી છે. તેમણે ભોપાલથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જે પછી ઈન્દોરની દેવી અહિલ્યા યુનિવર્સિટી વિભાગથી એમટેક કર્યું છે.

2008માં તેમણે કાર્બન ક્રેડિટ ફિલ્ડમાં કામ શરૂ કરતા એન્કિંગ ઈન્ટરનેશનલ નામની કંપની બનાવી હતી. 2021માં બીએસઈમાં કંપની ઈકેઆઈ એનર્જી સર્વિસ લિમિટેડનો આઈપીઓ લિસ્ટેડ થયો. આટલા ઓછા સમયમાં મનિષની કંપની ટોચની કંપનીઓમાં પહોંચી ગઈ છે. આઈઆઈએફએલની યાદીમાં વિનોદ અગ્રવાલ અને સુનીલ ચૌરડિયા પણ સામેલ છે.