અંતિમ સંસ્કાર થાય તે પહેલાં જ મહિલા ઊભી થઈને ચા પીવા લાગી પછી…

એક વિચિત્ર ઘટના સામે આવી છે જેના વિશે તમને જાણશો તો તમને ખરેખર નવાઈ લાગશે. ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં 81 વર્ષિય એક મહિલાને હેમરેજ થયું હતું જ્યાં ડોક્ટર્સે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યાં હતાં. ત્યાર બાદ સંબંધીઓએ અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓ કરી લીધી હતી. તે મહિલાના મૃતદેહને સ્મશાન લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે મહિલાએ અચાનક પોતાની આંખો ખોલી અને આ જોઈ અંતિમયાત્રામાં આવેલ તમામ લોકો ચોંકી ઉઠ્યા હતાં. મહિલાએ આંખો ખોલ્યા બાદ તેને ઘરે લાવવામાં આવી હતી પરંતુ બીજા જ દિવસે તેનું મોત નિપજ્યું હતું.

આ સમગ્ર ઘટના ફિરોઝાબાદના જસરાનાના બિલાસપુરની છે. અહીંની રહેવાસી 81 વર્ષની હરિભેજીને બિમારી હોવાને કારણે 23 ડિસેમ્બરે ફિરોઝાબાદના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે ટ્રોમા સેન્ટરમાં હરિભેજીના બ્રેન અને હૃદય કામ કરવાનું બંધ થઈ ગયું હતું. ડ્યુટી પર હાજર તબીબે કહ્યું કે, તેમનું મોત થઈ ગયું છે.

સંબંધીઓને ડૉક્ટરે કહ્યું કે, જો તેઓ અન્ય કોઈ ખાનગી વિધિ કરવા માંગતા હોય તો તેઓ કરી શકે છે. મંગળવારે જ હરિભેજીનો પુત્ર સુગ્રીવ સિંહ તેની માતાને મૃત માનીને અંતિમ સંસ્કાર માટે જસરાના લઈ જવામાં આવતો હતો. તે સમયે સ્વજનોને પણ તેમના મૃત્યુની જાણ કરવામાં આવી હતી પરંતુ રસ્તામાં જ સિવિલ લાઈન અને મખ્ખનપુર વચ્ચે હરિભેજીએ અચાનક તેમની આંખો ખોલી હતી. જ્યાં હાજર સૌ કોઈને નવાઈ લાગી હતી.

ત્યાર બાદ સંબંધીઓને લાગ્યું કે ડૉક્ટરે તેમને ખોટું કહ્યું હશે, આ તો જીવિત છે. ત્યારબાદ હરિભેજીને તેમના ઘરે લઈ જવામાં આવ્યા જ્યાં તેમનાથી ગાયનું દાન અપાવવામાં આવ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું કે, હરિભેજીએ પણ ચમચીથી ચા પીધી હતી. તેની હાલત ખરાબ જ હતી પરંતુ તેમનું મૃત્યુ થયું ન હતું. પરિવારના સભ્યોને થોડી રાહત થઈ કે તેમના પરિવારની સૌથી વૃદ્ધ સભ્ય હજી જીવિત છે.

પરંતુ પહેલાથી જ મગજ અને હૃદય કામ કરવાનું બંધ કરી દેતાં હરિભેજીનું બુધવારે અવસાન થયું હતું. મોડી સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરિભેજીના પુત્ર સુગ્રીવ સિંહનું કહેવું છે કે ડૉક્ટરોએ તેમને મંગળવારે જ મૃત જાહેર કરી દીધા હતા પરંતુ તેમની માતાનું અવસાન બીજા દિવસે થયું હતું.