શોર્ટ રેડ આઉટફિટમાં ધોનીની પત્ની લાગી કાતિલ, બસ જોતા જ રહી જશો એ નક્કી!

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની અત્યારે મુંબઈમાં પોતાના ડ્રિમ પ્રોજેક્ટની તૈયારીમાં લાગી ગઈ છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ઘણીવાર તે પોતાના ગ્લેમરસ ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર ફોટો અપલોડ કર્યો છે. આ ફોટો જોઈ લાખો લોકો તેમની અદાના દિવાની થઈ ગયાં છે.

સોશિયલ મીડિયા પર પોતાના દરેક ફોટોથી ચર્ચામાં રહેનારી એક્ટ્રસ સાક્ષી ધઓનીએ હાલમાં જ પોતાના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યાં છે. જેમાં મિસિસ ધોની ગજબની સુંદર લાગી રહી છે.

રેડ કલરના ઓપશોલ્ડર ટોપ અને સ્કર્ટ પહેરી તે પોતાના કાતિલ લુકથી ફેન્સને દીવાના કરી રહી છે. માત્ર 10 કલાકમાં 3 લાખથી વધુ લોકોએ તેમના ફોટોને લાઇક કરી ચૂક્યાં છે.

આ ફોટોને શેર કરી સાક્ષી લખ્યું કે, ‘ફિલિંગ રેડ’ તેમની સ્ટાઇલ જોઈ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ લખ્યું કે, ‘હૉટી’ તો હાર્દિક પંડ્યાએ તેમની ભાભી પંખુડી શર્મા અને બિપાશા બાસુ સહિતના સ્ટાર્સે પણ તેમના ફોટો પર રિએક્શન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેમની દીકરી સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ પોતાની ફેવરિટ મિઠાઈનો ફોટો પણ શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડની ફેવરિટ બાલ મિઠાઈ છે.

આ સાથે જ તે ફિલ્મ જગતમાં પણ ધૂમ મચાવવાની તૈયારી કરી રહી છએ. એમએસ ધોની પોતાની પ્રોડક્શન કંપની ધોની એન્ટરટેઇનમેન્ટની મેનેજિંગ ડિરેક્ટર તેમની પત્ની સાક્ષી ધોની છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રિયાંશુ ચોપડા સાથે તે એક વેબ સિરિઝ બનાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષ 2019માં એક એન્ટરટેઇનમેન્ટ કંપની ખોલી હતી. સપ્ટેમ્બર 2020ના અંતમાં સમાચાર આવ્યાં હતાં કે, ધોનીની કંપની એક અઘોરીની જિંદગી પર વેબ સિરિઝ બનાવી રહી છે. આ વેબ સિરિઝ એક નવા લેખકના પુસ્તક પર આધારિત છે.

તો તેમના પતિ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન પોતાના બિઝનેસ પર ફોક્સ કરી રહ્યાં છે. આ વચ્ચે થોડાંક દિવસ પહેલાં તે મુંબઈમાં ફૂટબોલ રમતાં પણ જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આઇપીએલ ઑક્શન માટે પણ ધોનીની ટીમ પાસે 22.90 કરોડ રૂપિયા વધ્યા છે. જેમાંથી તે પોતાના સ્કૉડમાં 7 ખેલાડીઓને સામેલ કરી શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી તે આ વર્ષે પણ CSKને લીડ કરતાં જોવા મળશે.