એક ગુજરાતી તરીકે અંબાણી પર થઈ આવશે માન, પીએ પીએમ મોદીની મુહિમને આ રીતે આપ્યું સમર્થન

મુંબઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર 5 એપ્રિલની રાત્રે 9 વાગ્યે આખા દેશમાં ઘરોની લાઈટો બંધ કરીને દરવાજા અને બાલ્કનીમાં દીવા અને મીણબત્તીઓ જલાવવામાં આવ્યા હતા. કોરોના વાયરસની સામેની લડાઈમાં આખા દેશની એકતા જોવા મળી હતી. દિગ્ગજ ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી પણ પત્ની નીતા અંબાણીની સાથે ઘરની છત પર આ મિશનમાં સામેલ થતાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલાં એક વીડિયોમાં મુકેશ અંબાણી હાથમાં થાળી લઈને દેખાઈ રહ્યા છે જેમાં ઘણા બધા દીવા રાખેલાં જોવા મળી રહ્યા છે.

મુકેશ અંબાણીની બાજુમાં જ, તેમના પત્ની નીતા અંબાણી દેખાઈ રહ્યા છે, તેમનાં હાથમાં મીણબત્તી પકડેલી જોવા મળે છે. નીતા મીણબત્તી પ્રગટાવવાની સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છેકે, અકાળે મૃત્યુ ન થાય તે માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે છે અને હાલમાં કોરોનાને કારણે હજારો લોકો મોત સામે જંગ લડી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે ચમકદાર રોશનીથી ઝગમગાટ મારતો એન્ટિલિયા રવિવારે રાતે 9 વાગ્યા પછી 9 મિનિટ માટે શાંત દેખાયુ હતુ. અને તેના પર દીવાઓ ઝગમગતા જોવા મળ્યા હતા. મુકેશ અંબાણીના પરિવારે આ પહેલાં ઘંટ વગાડીને દેશનાં ડોક્ટર્સને સપોર્ટ કર્યો હતો. મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો દીવો જલાવવાનો વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

500 કરોડ રૂપિયાનું કરી ચૂક્યા છે દાન
કોરોના વાઈરસની સામે લડવા માટે મુકેશ અંબાણીએ મદદનો હાથ લંબાવ્યો છે. તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પીએમ કેર્સ ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ નિવેદનમાં કહ્યુ છેકે, પાંચ-પાંચ કરોડ રૂપિયા મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં આપશે. મુકેશ અંબાણી ભારતનાં સૌથી પૈસાદાર બિઝનેસમેન છે, તેમની પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો 42 ટકા હિસ્સો છે. રિલાયન્સ ફાઉન્ડેશને કોરોનાવાઈરસથી પીડીત દર્દીઓ માટે 100 બેડની હોસ્પિટલ માત્ર બે સપ્તાહમાં જ તૈયાર કરી હતી. આ ઉપરાંત રિલાયન્સે કહ્યુ છે કે, તે પાંચ લાખ લોકોને 10 દિવસો સુધી ખાવાનું પ્રોવાઈડ કરશે. એટલે કે 50 લાખ લોકો માટે ખાવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ક્ષમતાને ભવિષ્યમાં વધારવામાં આવશે.