મજા કરવા યુવતીઓ ગ્રાહક સાથે જતી, 2 દિવસનો ભાવ 50 હજાર રૂપિયા, અંતે ફૂટ્યો ભાંડો

મુંબઈઃ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગનો ભાંડો ફોડ્યો છે જે મહિલાઓને જબરદસ્તી દેહવ્યાપારનું કામ કરવા મજબૂર કરતો હતો. ગ્રાહકો સાથે તેમને ફરવા માટે ભારતના વિવિધ વિસ્તારોમાં મોકલવામા આવતા. અહીં બંને કપલ બનીને જતા હતા.

ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, વર્ષ 2020માં દેહવ્યાપાર મામલે પકડાયેલી એક મહિલા પોતાના પાર્ટનર સાથે આ પ્રકારનો ધંધો કરી રહી છે. જે પછી મુંબઈ એરપોર્ટ પર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટ્રેપ લગાવી 2 મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે 2 મહિલાઓ જેમને બળજબરીપૂર્વક આ ધંધામાં ધકેલવામા આવી હતી તેમને શેલ્ટર હોમમાં મોકલવામા આવી હતી.
આ રેકેટ હેઠળ ગ્રાહકોને શોધી ડીલ ફાઈનલ કરવામા આવતી હતી.

આ લોકો મહિલાઓને ગ્રાહકો સાથે ભારતના વિવિધ સ્થળોએ ફરવા મોકલતા હતા. ગોવા તેમનું પ્રિય સ્થળ હતું. રેકેટ સાથે જોડાયેલા લોકો પહેલા ગ્રાહકોને યુવતીઓની તસવીરો મોકલતા અને પછી ગ્રાહકોએ ગોવા કે અન્ય સ્થળની ટિકિટ જાતે બુક કરવાની રહેતી હતી. આ રેકેટના લોકો ગ્રાહકો પાસેથી 2 દિવસના 50 હજાર રૂપિયા લેતા હતા. ધરપકડ કરવામા આવેલી યુવતીઓ આ રેકેટમાં સામેલ રહેતી યુવતી પાસેથી 20 ટકા કમિશન વસૂલતી હતી. ગ્રાહક 2 દિવસ બાદ યુવતી સાથે મુંબઈ પરત આવતા હતા.

ક્રાઈમ બ્રાન્ચે આ મામલે 2 લોકોની ધરપકડ કરી. જેમાં એકનું નામ આબરુન અમઝદ ખાન અને બીજીનું નામ વર્ષા દયાલાલ છે. ક્રાઈમ બ્રાન્ચને આ રેકેટની જાણ થતા તેમણે ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો. આ મહિલાઓનો સંપર્ક કર્યા બાદ તેમનો વિશ્વાસ જીતી યુવતીઓની માગ કરી હતી. જે પછી ડમી ગ્રાહકે ફ્લાઈટની ટિકિટ પણ બુક કરી હતી. જેવી જ બંને આરોપી મહિલાઓ એરપોર્ટ પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમે 3 મહિલાઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

પૂછપરછ બાદ જાણ થઈ કે તેમની ચોથી સાથીએ બોર્ડિંગ પાસ લઈ લીધો છે. સીઆઈએસએફની મદદથી તે મહિલાને એરપોર્ટ બહાર નીકાળવામા આવી અને તેની ધરપકડ કરવામા આવી હતી. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, મુંબઈમાં પોલીસના દરોડા વધી ગયા હોવાથી યુવતીઓને શહેરમાં કામ કરવાથી ડર લાગતો હતો. જેથી ગોવા અને અન્ય ટૂરિસ્ટ પ્લેસ પર ગ્રાહકો સાથે યુવતી મોકલવાની યોજના બનાવી જેથી લોકોને શંકા ના થાય.