બિંદાસ મલાઈકાએ જાહેરમાં ખોલ્યા બેડરૂમ સિક્રેટ્સ, સાંભળતા જ બહેન શરમથી લાલલાલ!

મુંબઈઃ મલાઈકા અરોરા પોતાના કામ કરતાં અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહે છે. 47 વર્ષીય મલાઈકા પોતાના ડાયટ અંગે ઘણી સજાગ હોય છે. ફિટનેસ ઉપરાંત મલાઈકા પોતાની લવ લાઇફને કારણે ચર્ચામાં છે. અર્જુન કપૂર સાથેના સંબંધો તેણે ક્યારેય છૂપાવ્યા નથી. બંનેના પરિવારે આ સંબંધો સ્વીકારી લીધા હોય તેમ લાગે છે. બંને વીકેન્ડમાં સાથે રહેતા હોય છે.

મલાઈકાએ પહેલાં લગ્ન સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 1998માં લગ્ન કર્યા હતા અને તેમને દીકરો અરહાન ખાન છે. જોકે, લગ્નના 19 વર્ષ બાદ બંનેએ ડિવોર્સ લીધા હતા. ડિવોર્સ બાદ સિંગલ મધર બનીને મલાઈકા દીકરાને ઉછેરે છે.

મલાઈકા પોતાના લુકને કારણે હંમેશાં બોલ્ડ રહી છે. તે પોતાની સેક્સ લાઇફ તથા બેડરૂમ સિક્રેટ્સ અંગે પણ બિન્દાસ બોલી ચૂકી છે. મલાઈકાએ નેહા ધૂપિયાના ચેટ શઓમાં આ અંગે વાત કરી હતી. મલાઈકા પોતાની બહેન અમૃતા સાથે આવી હતી. મલાઈકાની વાત સાંભળીને તેની બહેન પણ શરમાઈ ગઈ હતી.

ચેટ શોમાં નેહાએ સવાલ કર્યો હતો કે મલાઈકાને કેવા પ્રકારના છોકરાઓ પસંદ છે. જેના પર એક્ટ્રેસે કહ્યું હતું કે તેને ગેમ નાઇટ, દાઢીવાળા તથા ફની છોકરાઓ ગમે છે. આ પહેલાં કરન જોહરના શોમાં મલાઈકાએ કહ્યું હતું કે તેને અર્જુન કપૂર ગમે છે.

થોડાં સમય પહેલાં મલાઈકાએ સેકન્ડ વેડિંગ અંગે કહ્યું હતું કે તે વ્હાઇટ વેડિંગ કરશે અને બીચ પર કરશે. તેને હંમેશાં બ્રાઇડમેડ્સ કોન્સેપ્ટ ગમ્યો છે. અર્જુન તેના માટે પર્ફેક્ટ છે.