એક્ટ્રેસ રડતી રહી ને પ્રોડ્યૂસરે સાડી ઉપર કરીને બતાવી દીધી અન્ડરવેર

મુંબઈઃ ‘બિગ બોસ ઓટીટી’ ફૅમ ઉર્ફી જાવેદ પોતાના આઉટફિટને કારણે ચર્ચામાં રહેતી હોય છે. બોલ્ડ આઉટફિટને કારણે તે કમ્ફર્ટેબલ પણ છે. હાલમાં જ તેણે એ ઘટસ્ફોટ કર્યો હતો કે એકવાર શૂટિંગ દરમિયાન પ્રોડ્યસૂરે તેની સાડી ઘણી જ ઉપર ઉઠાવી હતી. આ કારણે તેની અન્ડરવેર દેખાય.


એક ઇન્ટરવ્યૂમાં ઉર્ફીએ કહ્યું હતું કે એક સીનમાં તેના જીજાજીનું પાત્ર ભજવતા એક્ટરે તેની સામે જોવાનું હતું. જોકે, પ્રોડ્યૂસરે તે સીનમાં માત્ર જોવાને બદલે તેને સ્પર્શ કરે તેમ કર્યું હતું. આ ફેરફાર સેટ પર અચાનક જ લેવામાં આવ્યો હતો. તે પ્રોડ્યૂસરે જીજાજી બનેલા એક્ટર પાસે તેણે પહેરેલી સાડી એ હદે ઉપર ઉઠાવી, જેથી તેની અન્ડરવેર દેખાય.


લેસ્બિયન સીન પણ શૂટ કરાવ્યો હતોઃ ઉર્ફીએ આગળ કહ્યું હતું કે તેને પછી ખ્યાલ આવ્યો કે તેની સાથે રમત રમવામાં આવી હતી. તે પ્રોડ્યૂસર સામે રડી પડી હતી અને વિનંતી કરી હતી. જોકે, પ્રોડ્યૂસરે તેને ધમકી આપી હતી કે જો તે તેની વાત નહીં માને તો જેલમાં મોકલશે. તે પ્રોડ્યૂસરે તેની પાસે ઇન્ટેન્સ લેસ્બિયન સીન્સ કરાવ્યા હતા.


ઉર્ફી રડતી રહી, કેમેરો ચાલતો રહ્યોઃ ઉર્ફીએ કહ્યું હતું કે તે પલંગ પર સૂતી હતી અને રડતી હતી. તે આ સીન શૂટ કરવા તૈયાર નહોતી. તેણે માફી પણ માગી હતી, પરંતુ પ્રોડ્યૂસરે તેને ધમકાવી હતી અને સીનનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું. તેણે માંડ માંડ શૂટિંગ પૂરું કર્યું હતું.