છુટાછેડાના નવ વર્ષ બાદ હૃતિક રોશનના જીવનમાં મિસ્ટ્રી ગર્લનું આગમન!

મુંબઇ : બોલીવૂડનો અભિનેતા અને ૨૦૧૪માં પત્ની સુઝાન સાથે છુટાછેડા લેનારો હૃતિક રોશન શુક્રવારે રાતે મુંબઇની એક રેસ્ટોરાંની બહાર જોવા મળ્યો હતો. હૃતિક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેની સાથે મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. હૃતિકે તેનો હાથ પકડયો હતો અને તેને પોતાની કારમાં બેસાડી હતી. આ સાથે જ હૃતિક આ યુવતીને તસવીરકારોથી પણ બચાવતો હતો. બંનેના ચહેરા પર માસ્ક હતા, તેની મિસ્ટ્રી ગર્લ કોણ હતી એ જાણી શકાયું નથી, પણ હૃતિકનો મિસ્ટ્રી ગર્લ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં કેટલાંક યુઝર્સ એવું માની રહ્યા છે કે હૃતિક આ યુવતીને ડેટ કરી રહ્યો છે.

એક યુઝરે એવી કમેન્ટ કરી હતી કે ‘શું હૃતિક ડેટિંગ કરી રહ્યો છે?’ તો અન્ય યુઝરે કહ્યું હતું કે ‘આ કોણ છે?’ ડિવોર્સના નવ વર્ષ પછી હૃતિક ડેટિંગ કરતો હોવાની ચર્ચા શરૂ થઇ છે.

આવીડિયોમાં કેટલાંક યુઝર્સે હૃતિકની પિતરાઇ બહેન તથા રાકેશ રોશનની દીકરી પશ્મીના પણ જોવા મળી હતી. કેટલાંકે આ મિસ્ટ્રી ગર્લને ઓળખીને તેની ઓળખ જાહેર કરતાં જણાવ્યું હતું કે આ યુવતી સબા આઝાદ છે અને તે યુવા મ્યુઝિશિયન છે. તેણે નસીરુદ્દીન શાહના દીકરા ઇમાદ સાથે કામ કર્યું છે.

હૃતિકે ૨૦૦૦માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે તેણે ‘કહોના પ્યાર હૈ’ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેમને બે સંતાન રેહાન એન રેધાન છે. છુટાછેડા પછી સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનાની ભાઇ અર્સલાન ગોનીને ડેટ કરે છે.

હૃતિક હવે ‘વિક્રમ-વેધા’માં જોવા મળશે, જેમાં તેણે વેધાની ભૂમિકા ભજવી છે. સૈફ અલી ખાન વિક્રમની ભૂમિકા ભજવે છે અને સાથે રાધિક આપ્ટે પણ છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલિઝ કરવામાં આવે એવું જાણવા મળ્યું છે.