IPLની આ ‘મિસ્ટ્રી ગર્લ’ સોશિયલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ, જુઓ સુંદર તસવીરો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ઘણી મિસ્ટ્રી ગર્લ્સ હેડલાઇન્સ બની ચૂકી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં પણ ટીવી પર એક યુવતીનું રિએક્શન દેખાડવામાં આવ્યું હતું અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ ગયું હતું. આ મિસ્ટ્રી ગર્લ બીજું કોઈ નહીં પણ અભિનેત્રી શ્રુતિ તુલી છે.

ચેન્નાઈ-પંજાબની મેચ બાદથી જ શ્રુતિ તુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ વધી છે અને સાથે જ તેના વીડિયો-ફોટોસ પણ ખૂબ જ વાયરલ થવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ શ્રુતિ તુલીએ બિગ બોસના સ્ટાર રહેલા અસીમ રિયાઝને ડેટ કરી હતી.

જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોને સાર્વજનિક નથી કર્યા, પરંતુ તેમની મિત્રતાએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. અમૃતસરની રહેવાસી શ્રુતિ તુલીને વર્ષ 2013માં મિસ ઇન્ડિયા-ડીવા કોન્ટેસ્ટના કારણે લાઈમલાઈટમાં આવી હતી.

પંજાબ કિંગ્સ ઈલેવન સામેની મેચ દરમિયાન જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સના અંબાતી રાયડુએ સતત ત્રણ છગ્ગા ફટકાર્યા ત્યારે શ્રુતિ તુલીનું રિએક્શન વાયરલ થઇ ગયું હતું. શ્રુતિ તુલીએ મિસ યુનિવર્સ સ્પર્ધામાં પણ ભાગ લીધો છે, જેમાં તે ત્રીજા નંબરે આવી હતી. આ ઉપરાંત તે એક મોડેલ પણ છે અને ઘણી બ્રાન્ડ્સને એન્ડોવ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 1.5 મિલિયનથી વધુ છે. તમને જણાવી દઈએ કે, આ આઈપીએલમાં અત્યાર સુધી ઘણી મિસ્ટ્રી ગર્લ બહાર આવી છે, જે હેડલાઈન બની ચૂકી છે.