ભારતમાં કોરોનાની વેક્સીન બનાવનાર માલિકની પત્ની છે એકદમ ગ્લેરમસ, પાર્ટીની છે શોખીન

ભારતે દેશમાં કટોકટીના ઉપયોગ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકની કોરોના રસી (કોવિડ-19)ને મંજૂરી આપી છે. ભારત સરકારે સૌ પ્રથમ સીરમ સંસ્થાની કોવિશિલ્ડ રસીને મંજૂરી આપી હતી. વિશ્વમાં વેક્સિન બનાવતી સૌથી મોટી કંપનીઓમાંથી પહેલી સીરમ ઈન્સ્ટ્ટ્યૂટના CEO અદાર પૂનાવાલા છે. અદારની પત્ની નતાશા પૂનાવાલા પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ચાલો તેમના વિશે કેટલીક વાતો જાણીએ:

નતાશા પૂનાવાલા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તે એક જાણીતા સોશિયલ સેલિબ્રિટી પણ છે.

નતાશા પૂનાવાલાનો જન્મ 1981માં પૂણામાં થયો હતો. તે પૂણે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી વિદેશ ગઈ હતી.

તેણે ઇંગ્લેંડની મેલંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી. તે અહીં અદાર પૂનાવાલાને મળી હતી. જો કે, આ પહેલા તે એકવાર ગોવામાં વિજય માલ્યાની પાર્ટીમાં અદારને મળી હતી.

લંડનમાં ફરી મુલાકાત બાદ બંને રિલેશનશીપમાં આવ્યા હતા. થોડાં વર્ષો સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યા પછી બંનેએ 2006 માં લગ્ન કર્યા હતા.

અદાર અને નતાશા પૂનાવાલાને બે બાળકો છે – સાયરસ અને દારિયસ પૂનાવાલા.

નતાશા પૂનાવાલા બોલિવૂડની પેજ થ્રી પાર્ટીનો લોકપ્રિય ચહેરો છે. તે મોટા ભાગે મોટા સ્ટાર્સ સાથે પાર્ટી કરતી જોવા મળે છે.