નેહા કક્કર અને રોહનપ્રિત લગ્નના બંધને બંધાયા, મેરેજમાં આવ્યો હતો માહોલ - Real Gujarat

નેહા કક્કર અને રોહનપ્રિત લગ્નના બંધને બંધાયા, મેરેજમાં આવ્યો હતો માહોલ

મુંબઈ: બોલીવુડ સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ શનિવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ગુરુદ્વારામાં બંનેના લગ્ન થયા, જેના વીડિયો સામે આવ્યા છે. સાત ફેરા લેતા સમયે બંનેએ એક જ રંગના આઉટફિટ્સ પહેર્યા હતા. નેહાએ પીચ કલરનો લહેંગો કેરી કર્યો હતો, તો રોહનપ્રીતે પણ એ કલરની શેરવાની પહેરી હતી. વીડિયોમાં નેહાનો પરિવાર પણ સાથે નજર આવી રહ્યો છે.

રોહનપ્રીત પોતાની દુલ્હન નેહાને લઈને ઘોડી પર સવાર થઈને ગુરુદ્વારા પહોંચ્યા હતા. આ મોકા પર જાનૈયાઓએ ડાન્સ પર કર્યો. છેલ્લા કેટલાક દિવસોથી નેહા અને રોહનપ્રીતના પ્રી વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રોકા, હલ્દી મહેંદીથી લઈને રિંગ સેરેમનીનો જશ્ન ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવ્યો. દરેક ફંક્શનમાં નેહા અને રોહનપ્રીત એકબીજા સાથે ખૂબ જ ક્યૂટ અને રોમાન્ટિક નજર આવ્યા.

જણાવીએ દઈએ કે આ મહિનાની શરૂઆતથી જ નેહાના લગ્નને લઈને ખબરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પહેલા તો સૌને એ લાગ્યું કે તે મજાક કરી રહી છે કારણ કે રોહનપ્રીત સાથે તેનું એક ગીત રિલીઝ થવાનું હતું, પરંતુ તે બાદ રોકા અને હલ્દી-મહેંદીની વિધિને જોઈને લાગ્યું કે તે ખરેખર લગ્ન કરી રહી છે.

પહેલા તો સૌને એ લાગ્યું કે તે મજાક કરી રહી છે કારણ કે રોહનપ્રીત સાથે તેનું એક ગીત રિલીઝ થવાનું હતું, પરંતુ તે બાદ રોકા અને હલ્દી-મહેંદીની વિધિને જોઈને લાગ્યું કે તે ખરેખર લગ્ન કરી રહી છે.