આજે કરોડો કમાતી નેહા કક્કર એક સમયે ઓડિશન આપવા ઊભી રહી હતી લાઈનમાં

મુંબઈઃ બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કરનો ઓડિશન વીડિયો હાલમાં વાઈરલ થયો છે. આ સમયે નેહા 11મા ધોરણમાં ભણતી હતી. આજે તો નેહા કક્કર એ જ શો એટલે કે ‘ઈન્ડિયન આઈડલ’માં જજ તરીકે જોવા મળે છે. જોકે, એક સમય હતો જ્યારે આ શોમાં સામેલ થવા માટે સ્પર્ધાની ભીડની લાઈનમાં ઊભી હતી.

વીડિયોમાં જોવા મળે છે કે નેહા કક્કર એક સામાન્ય સ્પર્ધકની જેમ ઓડિશન આપવા આવી હતી. નેહા પોતાના પર્ફોમન્સ અંગે ઘણી જ કોન્ફિડન્ટ હતી. જજ તરીકે અનુ મલિક, સોનુ નિગમ તથા ફરાહ ખાન હતા.

વીડિયોમાં નેહા કહે છે કે તે ઈચ્છે છે કે લોકો તેને જુએ અને કહે કે આ યુવતીને જુઓ, જે જઈ રહી છે તે નેહા કક્કર છે. વીડિયોમાં નેહા કક્કર સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળે છે.

નેહાના પિતાએ આ વીડિયોમાં કહ્યું હતું કે જગરાતામાં તેમની દીકરીનું પર્ફોમન્સ જોઈને લોકો ફીદા થઈ જાય છે. વીડિયોમાં નેહાએ ખોટું ગીત સિલેક્ટ કરવાને કારણે તેને જજ તરફથી ઠપકો મળ્યો હતો. અનુ મલિકે કહ્યું હતું કે તારો અવાજ સાંભળીને લાગે છે કે ગાલ પર તમાચો મારી દઉં. શું થઈ ગયું છે તને? જજ સવાલ કર્યો હતો કે તેણે આ ગીત કેમ પસંદ કર્યું?

નેહા આ બધું સાંભળીને નિરાશ થઈ જાય છે અને રડતાં રડતાં ત્યાંથી નીકળી જાય છે. નેહા આજે મ્યૂઝિક વર્લ્ડમાં આગવું સ્થાન ધરાવે છે. તેણે પોતાના અવાજથી દરેક લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. નેહાએ ગયા વર્ષે સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યાં હતાં, તેની મોટી બહેન સોનુ તથા ભાઈ ટોની પણ સિંગર છે.