સચિન તેંડુલરકર દીકરાએ લોકરમાં છૂપાવીને રાખી હતી આ વસ્તુ, પાડવામાં આવી ‘રેડ’

મુંબઈઃ ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરા અર્જુને 24 સપ્ટેમ્બરના રોજ પોતાનો 22મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. હાલમાં અર્જુન આઇપીએલ માટે દુબઈમાં છે. જન્મદિવસ પર ટીમ મુંબઈ ઇન્ડિયન્સના સાથી ક્રિકેટર આદિત્ય તારેએ હોટલની રૂમમાં સરપ્રાઈઝ એન્ટ્રી મારી હતી.

અર્જુનના રૂમમાં ‘દરોડા’: મુંબઇ ઇન્ડિયન્સે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘અમારા બર્થડે બોયના રૂમમાં દરોડા. આદિત્ય તારે પોતાની ટીમના સાથી અર્જુન તેંડુલકરના રૂમમાં સરપ્રાઇઝ વિઝિટ માટે ગયો.’

અર્જુનના રૂમના લૉકરમાંથી શું મળ્યું? આ વીડિયોમાં અર્જુનના રૂમની ઝલક પણ બતાવવામાં આવી છે. અર્જુને પોતાનું લૉકર ખોલીને બતાવ્યું હતું, જેમાં પાસપોર્ટ ઉપરાંત ટેસ્ટી ઓટ્સ, એગ્સ તથા શાકભાજી અને સ્પાઇસી પીનટ્સ હતા. અર્જુનના અન્ય સાથીઓ બધું ખાઈ જતા હોવાથી તે આ બધું લૉકરમાં છુપાવીને રાખે છે.

આઇપીએલમાં ડેબ્યૂ ક્યારે કરશે? મુંબઇ ઇન્ડિયન્સે અર્જુનને આ વર્ષે આઇપીએલ ઓક્શનમાં ખરીદ્યો છે. જોકે, હાલની પ્લેઇંગ ઇલેવનમાં અર્જુનને સામેલ કરવામાં આવ્યો નથી. હવે જોવાનું એ છે કે તે ક્યારે આઇપીએલમાં ડેબ્યૂ કરે છે.