નીતા અંબાણી પાસે તિજોરી ભરીને છે ઘરેણાં પણ આ ઘરેણું છે એકદમ ફેવરિટ - Real Gujarat

નીતા અંબાણી પાસે તિજોરી ભરીને છે ઘરેણાં પણ આ ઘરેણું છે એકદમ ફેવરિટ

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીનું નામ દુનિયામાં જાણીતું છે. આ સાથે નીતા અંબાણીની લાઈફસ્ટાઈલ અને ફેશન સેન્સને લઈને પણ બહુ જ ચર્ચામાં રહે છે. નીતા અંબાણીને તમામા ડાયમંડના મોટા દાગીનાની સાથે જે દાગીનાનો સૌથી વધારે શોખ છે તે છે તેની નથણી.

આ તસવીરમાં નીતા અંબાણીએ અસલી કુંદનની નથણી પહેરી છે. આ કુંદન સોનામાં તૈયાર કરવામાં આવેલી છે. નીતા અંબાણી ખાસ ફંક્શમાં આ નથણી પહેરે છે.

આમ તો નથણીની ફેશન તો ઘણાં સમય પહેલાં જ જતી હતી પરંતુ તેને રીક્રિએ કરીને નીતા અંબાણીએ એક નવ ટ્રેંડ સેટ કરી દીધો છે. નીતા અંબાણીના આ પિંક લુકની વાત કરવામાં આવે તો નીતાની આ તસવીર પુત્ર આકાશના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનની છે. નીતાની આ નથણી પ્લેટીનિયમથી તૈયાર કરવામાં આવેલી છે અને તેમાં ડાયમંડ ભરેલા છે.

આ સાથે જ નીતા અંબાણીની નથણીના કલેક્શનમાં મોતીની નથણી પણ સામેલ છે. નીતા અંબાણીએ આ મોતી અને હીરાનું કોમ્બીનેશનવાળી સુંદર નથણી પુત્રી ઈશાના લગ્નમાં પહેરી હતી.

પુત્ર આકાશ અંબાણીના લગ્નના એક ફંક્શનમાં નીતા અંબાણીએ ગ્રીન એમરેલ્ડનો સેટ પહેર્યો હતો અન તેની સાથે મેચિંગની નથણી પણ પહેરી હતી. આ નથણી બહુ જ ભારે લાગતી હતી.

નીતા અંબાણીની જ્વેલરી કલેક્શનમાં એક સોનાની નથણી પણ છે. આ નથણીમાં મોટા-મોટા હીરા જડેલા છે.

You cannot copy content of this page