90ના દાયકામાં ચાહકોના દીલમાં રાજ કરતી હતી આ TV અભિનેત્રી, જાણો હાલ ક્યાં છે?

મુંબઈઃ દૂરદર્શને 90નાં દશકમાં અનેક કલાકારોની જિંદગીને એક નવી દિશા આપી હતી. ભલે પછી તે બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન હોય કે પછી શાંતિનો રોલ કરનારી અભિનેત્રી મંદિરા બેદી હોય. આ લોકોએ પોતાના દમદાર પર્ફોમન્સથી 90નાં દશકમાં ટીવી પર રાજ કર્યું હતું. આજે અમે તે અભિનેત્રીઓની વાત કરીશું જે તે સમયે ખૂબ જ લોકપ્રિય હતી.

શિખા સ્વરૂપ- ચંદ્રકાંતા
1994થી 1996 સુધી ટીવી પર પ્રસારિત થયેલી ચંદ્રાકાન્તા સિરિયલમાં શિખા સ્વરૂપના મુખ્ય રોલમાં હતી. 1998માં મિસ ઇન્ડિયા એવોર્ડ જીતનારી શીખા તે દરમિયાન ખૂબ જ લોકપ્રિય હતી. શિખાએ 2012-23માં આવેલાં શૉ ‘રામાયણ’માં કૈકઈનો રોલ નિભાવ્યો હતો. શિખા સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ નથી પણ તેમના ફેન્સ તેમના ફોટા શેર કરતાં રહે છે.

કહાની ઘર ઘર કીની- શ્વેતા કાવત્રા
શ્વેતાને તમે સિરિયલ કહાની ‘કહાની ઘર ઘર કી’માં જોઈ ચૂક્યા છો. તે સિરિયલમાં શ્વેતા પલ્લવીનો રોલ પ્લે કરતી હતી. અત્યારે શ્વેતા કાવત્રા ક્યાં છે અને શું કરે છે તે કોઈ નથી જાણતું.

મંદિરા બેદી- શાંતિ
મંદિરા બેદીને ‘શાંતિ’સીરિયલથી લોકપ્રિયતા મળી હતી. વાંકડિયા વાળમાં જ્યારે મંદિરા ટીવી પર આવતી ત્યારે લોકો તેના દિવાના થતાં હતાં. કેટલાંક લોકોએ તો સિરીયલ જોઈ પોતાની દીકરીઓનું નામ ‘શાંતિ’ રાખી દેતાં હતાં. અત્યારે મંદિરા બેદી તેની ફિટનેસ માટે ખૂબ જ ચર્ચામાં છે.

રેણૂકા શહાણે
રેણૂકા શહાણેને ‘સુરભિ’ સિરીયલથી સાચી ઓળખ મળી હતી. 1990થી 2001 સુધી પ્રસારિત થયેલા આ શૉને રેણૂકા હોસ્ટ કરતી હતી. તે દિવસોમાં રેણૂકાના ઘણાં દિવાનાઓ હતા. રેણૂકા અત્યારે ફિલ્મોમાં એક્ટિવ છે. આ ઉપરાંત તે પોતાના ટ્વીટ્સ માટે પણ ઓળખાય છે.