માછીમારી કરતી આ વૃદ્ધ મહિલાને મળી એવી માછલી કે તે બની ગઈ લખપતિ

પશ્ચિમ બંગાળની એક વૃદ્ધ મહિલાએ ન તો બેંક કે લોટરીની ટિકિટ ખરીદી હતી, છતાં તે રાતોરાત ધનિક બની ગઈ હતી અને તેનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. વાસ્તવમાં, વૃદ્ધ મહિલાએ શનિવારે એક વિશાળ માછલી પકડી હતી, જેના માટે તેને 3 લાખ રૂપિયા મળ્યા હતા.

મળતી માહિતી મુજબ દક્ષિણ 24 પરગના જિલ્લાના સુંદરબન વિસ્તારમાં સાગર દ્વીપમાં રહેતી વૃદ્ધ મહિલા પુષ્પા કરે માછલી પકડતી વખતે 52 કિલોની માછલી નદીમાંથી કાઢી હતી. ખાસ વાત એ છે કે માછલી માટે તેને 6200 રૂપિયા પ્રતિ કિલો મળ્યા હતા. વૃદ્ધ મહિલાને માછલી માટે કુલ 3 લાખથી વધુ રકમ મળી હતી. મહિલાએ કદી વિચાર્યું પણ નહોતું કે,તેને એક માછલી માટે આટલી મોટી રકમ મળશે.

ગામલોકોનું કહેવું છે કે, આ વિશાળ માછલી કદાચ ત્યાથી પસાર થતી વહાણને અથડાઈ હશે અને પછી તેનું મોત નીપજ્યું હશે. સદભાગ્યે, કોઈ દરિયાઈ જીવે તે માછલીને ખાધી ન હતી, એટલે સુધીકે તેણે સડવાની શરૂઆત પણ કરી ન હતી. પુષ્પા કરનું કહેવું છે કે જ્યારે તે માછીમારી કરવા ગઈ ત્યારે તેણે નદીમાં વિશાળ માછલીને તરતી જોઈ ત્યારે તે નદીમાં કૂદી પડી.

મહિલાને તે માછલીને તરીને લઈને આવવામાં ઘણી મુશ્કેલી પડી હતી, પણ આખરે તે માછલીને પકડીને કિનારે લઈને આવી હતી. જ્યાં લોકોએ કહ્યું કે, તે એક ભોલા માછલી છે. જો કે, માછલી સડવાની શરૂઆત થઈ હતી, માછલી રબડ જેવી થવા લાગી હતી. તે માછલીને ખાઈ શકાતી ન હતી પરંતુ તેનો ઉપયોગ અન્ય હેતુઓ માટે થઈ શકે છે. દક્ષિણ-પૂર્વ એશિયાનાં દેશોમાં માછલીના બ્લબર જેવા ઓર્ગન્સની નિકાસ કરવામાં આવે છે.

ડ્રાય બ્લબર અથવા ફિશ માવા પ્રતિ કિલો રૂ.80,000 માં મળી શકે છે. માછલીનો ઉપયોગ ઔષધીય હેતુઓ માટે પણ થઈ શકે છે. વૃદ્ધ સ્ત્રી માટે આ એક એવો ક્ષણ હતો જેને તે લાંબા સમય સુધી ભૂલી શકશે નહીં. વૃદ્ધ મહિલાને પૈસા મળ્યા પછી આર્થિક મુશ્કેલીઓ પણ ઘણી ઓછી થઈ જશે.