બર્થ ડેના દિવસે ખરીદી નવી સ્પોર્ટસ બાઈક, અકસ્માતમાં બે મિત્રોએ ગુમાવ્યા જીવ - Real Gujarat

બર્થ ડેના દિવસે ખરીદી નવી સ્પોર્ટસ બાઈક, અકસ્માતમાં બે મિત્રોએ ગુમાવ્યા જીવ

એક હચમચાવી દેતા બનાવમાં બે મિત્રોન મોત નિપજ્યા છે. સુરત જિલ્લાના સાયણ ગામે નહેરકોલોની ખાતે રહેતો યુવક પોતાની નવી ખરીદેલી સ્પોર્ટ બાઇક પર મિત્રને બેસાડી ઓલપાડ તરફથી આવતી વખતે આગળથી જતી એક્ટિવા મોપેડની ઓવરટેક કરતી વખતે થયેલા અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત થયુ હતું, જ્યારે તેના મિત્રનું સારવાર દરમિયાન મોત થવાની જીવલેણ અકસ્માતની ઘટના બની હતી.

ઓલપાડ તાલુકાના સાયણ ગામે સાયણ સુગર રોડ પર આવેલી નહેર કોલોની ખાતે રહેતો રાકેશ વિનોદભાઈ વસાવા ઉ.વ 21 કે જેના લગ્ન થયા બાદ સુખી દાંપત્ય જીવન દરમિયાન તેના ઘરે 18 દિવસ પહેલા બાળકનો જન્મ થયેલ. જ્યારે સ્પોર્ટ બાઇક ચલાવવાનો શોખ રાખતો રાકેશ વસાવાનો 13 ઓક્ટોબરે જન્મદિવસ હોય તે દિવસે તેણે યામાહા કમ્પની R 15 સ્પોર્ટ બાઇક લીધી હતી, જેનો હજુ રજીસ્ટર નંબર પણ આવવાનો બાકી હતો. ત્યારે 24 તારીખને રવિવારે બપોરે 3 વાગ્યાના અરસામાં રાકેશ તેનો મિત્ર કાર્તિક સુંદર વસાવાને પાછળ બેસાડી ઓલપાડથી સાયણ તરફ આવતી વખતે સોસક કોટન મંડળી આગળના રોડ પાસેથી પસાર થતી વખતે તેમની આગળથી જતી એક્ટિવા મોપેડ નંબર GJ-5 FN-8511ની ઓવરટેક કરવા માટે પુર ઝડપભેર અને ગફલત ભરી રીતે બાઇક હંકારી એક્ટિવા સાથે અકસ્માત થયો હતો.

અકસ્માતમાં સ્પોર્ટ બાઇક ચાલક રાકેશ વસાવા રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે તેની પાછળ બાઇક પર બેઠેલા કાર્તિકને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતા તેનું સારવાર દરમીયાન મોત થતા રાકેશે 12 દિવસ પહેલા 13 ઓક્ટોબરે પોતાના જન્મદિવસે ખરીદેલી સ્પોર્ટબાઈક 2 મિત્રોનો કાળ બની આવી હોવાની સાબિત થયું, જ્યારે બાઇક ચાલક રાકેશનું અકસ્માત સ્થળે થયેલ મોતના કારણે તેના ઘરે 18 દિવસ પહેલા જન્મેલા માસુમ બાળકે પિતાની છત્ર છાયા ગુમાવી હતી.

You cannot copy content of this page